Abtak Media Google News

લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને સંસદના બજેટ સત્રની પૂર્વ સંધ્યાએ આજે ગૃહમાં તમામ રાજકીય પક્ષોની એક બેઠક બોલાવી છે. બજેટ સત્રમાં ટ્રિપલ તલાક અંગેના ખરડા સહિત વિભિન્ન મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે વિરોધ થશે તેવી શક્યતા છે. તો બીજી તરફ સરકારે પણ આ અંગેની એક બેઠક બોલાવી છે જ્યાં વડાપ્રધાન મોદી અને વિપક્ષના શીર્ષ નેતાઓ તે મુદ્દે પોતાની વાત રાખી શકે છે જે ગૃહમાં ઉઠાવવામાં આવી શકે છે. બજેટ સત્રનો પહેલો તબક્કો 29 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ દરમિયાન 29 જાન્યુઆરીએ સરકાર આર્થિક સર્વેક્ષણ અને બાદમાં 1લી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે.

29 જાન્યુઆરીથી બજેટ સત્રનો પ્રથમ તબક્કો

– લોકસભા અને રાજ્યસભાના સભ્યોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ના અભિભાષણની સાથે શરૂ થશે.
– સત્તાવાર સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સંસદમાં પોતાના પહેલાં એવા અભિભાષણમાં કોવિંદ ખાસ કરીને પછાત અને સમાજનાં નબળાં લોકોના વિકાસ તેમજ સશક્તિકરણ અંગે સરકારના પ્રયાસને રેખાંકિત કરી શકે છે.
– વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલાં મોદી સરકારનું આ અંતિમ પૂર્ણ બજેટ હશે. ત્યારે આ બજેટમાં અનેક રાજનીતિક ઝલક જોવા મળી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.