Abtak Media Google News

વાલી અને શિક્ષકો વચ્ચે સંબંધ કેળવાય તેમજ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી કરાયું સંવાદનું આયોજન

ડીપીએસ મહેસાણા ૩૦ એકરમાં ફેલાઈ છે. જેને લઈ ડીપીએસ મહેસાણા દ્વારા રાજકોટની ઈમ્પીરીયલ હોટલ ખાતે વાલીઓ સાથેનો ગોષ્ટી સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના વાઈસ પ્રેસિડેન્ટ નકુલ આપાચી, પોફ્રેસર સુરજ પ્રકાશ તથા ડીપીએસ મહેસાણાના ડાયરેકટર સુબોધ થપલીપાલ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પ્રોફેસર સુરજ પ્રકાશે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ડીપીએસ ગાંધીધામ ખાતે થોડા પ્રયોગો કરવામાં આવ્યા હતા. જેમાંથી ઘણુ શીખવા મળ્યું હતું. જેમાં વાતો પણ સાંભળવામાં આવી હતી. શાળા એવી હોવી જોઈએ જયાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય જેને લઈ મહેસાણામાં ૩૦ એકર જમીનમાં ડીપીએસ મહેસાણાનું નિર્માણ થયું. આ શાળામાં નવી ફિલોશોફી, નવા વિચારની સાથે શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રકારની શાળામાં બાળકોને તમામ પ્રકારના સાધન મળી રહે. એમાં એવું છે કે શાળા સંકુલ ૩૦ એકરનું છે. જેમાં અનેકવિધ પ્રકારોની લેબ ઉપસ્થિત છે તથા અનેકવિધ સાધન-સામગ્રીનો સમાવેશ થાય છે.

ડીપીએસ મહેસાણાના ડાયરેકટર સુબોધ થપલીપાલએ અબતક સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, ડીપીએસ મહેસાણા દ્વારા જે પેરેન્ટસ સાથેનો જે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે તેનો મુખ્ય હેતુ એ છે કે ડીપીએસ મહેસાણા વાલીઓની નજીક આવે અને તેમની શું અપેક્ષા છે તે જાણવું જરૂરી છે, કારણકે હાલ શાળા, સમાજ અને વાલીઓ પોતાની દિશામાં ચુકી રહ્યા છે. જેથી સમાજમાં કોઈ એવો વ્યકિત પેંદા નથી થતો, જે સમાજમાં ઉત્થાનમાં કાર્ય કરતો હોય. વાલી તરીકે બાળકોને ઘણુ શીખવાડવામાં આવતું હોય છે પરંતુ ખરા અર્થમાં વિદ્યાર્થીઓ શીખતા નથી. જેને લઈ ડીપીએસ મહેસાણા માત્ર રાજકોટ જ નહીં, પરંતુ આખા વિશ્ર્વમાં ફળે છે અને કઈ રીતે સમાજ, શાળા અને વાલીઓ વચ્ચે એક જુટતા આવે તે માટે પ્રયત્ન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને કર્લ્ક નથી બનાવવા. વિદ્યાર્થીઓ પોતાના હાથે ગ્રેટીંગ કાર્ડ બનાવતા હોય છે. જેથી તેઓને તેમની મહેનતની કદર થતી હોય છે. ડીપીએસ મહેસાણામાં વિદ્યાર્થીઓ પોતાની રીતે જ ડેવલોપ થતા હોય છે.

આ પ્રસંગે ડીપીએસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અંજલીએ જણાવ્યું હતું કે, હું ખુબ જ ગૌરવવંતી લાગણીની અનુભુતી કરુ છું કે હું ડીપીએસમાં અભ્યાસ કરી રહી છું અને ડીપીએસની વિશેષતા વિશે વાત કરીએ તો ડીપીએસની મોરલ વેલ્યુસ તેમનું કરીકયુલમ તે છે, જેના લીધે વિદ્યાર્થીઓ પ્રભાવિત થાય છે.

જયારે કશિષ સચદેએ અબતકને જણાવ્યું હતું કે, આ એક સારો અનુભવ છે કે ઘણા વિદ્યાર્થીઓનું સ્વપ્ન હોય છે કે તેઓ ડીપીએસમાં અભ્યાસ કરે. ડીપીએસનું એક આગવું સ્થાન છે. બીજી બોર્ડની સરખામણીમાં ડીપીએસની એજયુકેશન સિસ્ટમ, ઈન્ફ્રાસ્ટ્રકચર, એકટીવી, ડીપીએસ તમામ વિદ્યાર્થીઓને એક ઉજ્જવળ તક આપે છે. જેનાથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.