સંત આશારામ પબ્લિક સ્કુલનો ૧૪મીએ વાર્ષિકોત્સવ  સાથે માતા-પિતા પુજન કાર્યક્રમ યોજાશે

વિદ્યાર્થીઓ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરશે: વિજેતાઓને અપાશે પુરસ્કાર: અગ્રણીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

આજના બાળકો અને યુવાનોમાં પોતાના પરિવાર અને માતા-પિતા તેમજ વડીલો પ્રત્યે પુન: આદરભાવ જાગૃત થાય તે માટે સંતશ્રી આશારામજી બાપુ પ્રેરિત માતા-પિતા પુજન કાર્યક્રમનું ભાવપુર્ણ આયોજન કરવામાં આવેલ છે.

સંતશ્રી આશારામજી આશ્રમ, ન્યારી ડેમ પાસે, રાજકોટ ખાતે આગામી તા. ૧૪મી ફેબ્રુઆરીના રોજ સાંજે પ થી ૮ દરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં ઉ૫સ્થિત દરેક ધર્મના યુવાનો અને વિઘાર્થીઓ દ્વારા પોત પોતાના માતા-પિતાનું શાસ્ત્રોકત વિધી દ્વારા પુજન કરવામાં આવશે. પુજન વિધી માટેની તમામ પૂજા સામગ્રી આયોજકો તરફથી નિ:શુલ્ક ધોરણે પુરી પાડવામાં આવશે. આ જાહેર કાર્યક્રમમાં ભાગ લેવા માટે આસપાસના ગામોના લકોએ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પુજન કાર્યક્રમ બાદ સંતશ્રી આશારામજી પબ્લિક સ્કુલનો વાર્ષિકોત્સવ-૨૦૨૦ ઉજવવામાં આવશે. જેમાં શાળાના વિઘાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવશે. આ તકે મહેમાનોના હસ્તે શાળાના પ્રતિભાશાળી તેમજ વિવિધ સ્પર્ધાના વિજેતા વિઘાર્થીઓમાં પુરસ્કાર વિતરણ કરવામાં આવશે. કાર્યક્રમને અંતે ઉ૫સ્થિત તમામ લોકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

આયોજનને સફળ બનાવવા માટે પરમેશ્ર્વરભાઇ લાલાભાઇ, દિનેશભાઇ, અક્ષયભાઇ અને શાળા સંચાલન મંડળના રમેશ શિંગાળા, તુલજાશંકર શ્રીમાળી, નરેન્દ્ર વાઘેલા, આર.કે. બાબરીયા, તેમજ ધર્મ રક્ષા મંચના પ્રમુખ બીજલભાઇ ટોળીયા સહીતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

Loading...