ગરવા ગિરનારની ધન્ય ધરા પર નવ નવ આત્માઓના માતા-પિતાએ સંયમ સંમતિપત્ર કર્યા અર્પણ

રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.ના સાનિઘ્યમાં

૧૪-૨-૨૧ ના નવ આત્માઓને દીક્ષા મહોત્સવના મંગલ મુહૂર્તની ઉદઘોષણા થતા હર્ષની લાગણી

કવેસ્ટ ફાઉન્ડેશનના અજયભાઇ શેઠ દ્વારા ‘માં કા પ્રસાદ’ અંતર્ગત ૧૫૧૦૦ ગરીબોને મીઠાઇ વિતરણ કરાશે

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ  નમ્રમુનિ મહારાજ સાહેબના ચરણમાં આજીવન સમર્પિત થઈને જૈન દીક્ષા અંગિકાર કરવા થનગની રહેલાં આઠ-આઠ આત્માઓના માતાપિતાએ અર્પણ કર્યો સંયમ સંમતિ પત્ર અર્પણ કર્યો છે. જિનશાસનમાં એક ઐતિહાસિક ઘટનાનું સર્જન થયું જ્યારે મુમુક્ષુઓના વૈરાગ્ય ભાવો અને માતા પિતાના નિસ્વાર્થતાના ભાવોને નિહાળી સંયમ ઝંખતા એકઓર મુમુક્ષુના માતા પિતાએ એકાએક સ્વયંના સંતાનને સંયમની સંમતિ અર્પણ કરી.સંયમની અનુમતિ મળતા સર્વત્ર હર્ષનાદ ગુંજી ઉઠ્યો અને કુલ નવ નવ આત્માઓના સંસાર ત્યાગના અવસર યોજાયા.

દશેરાના પાવન દિવસે, ગિરનારની ધન્ય ધરા પર મુમુક્ષુ શ્રી ફેનિલકુમાર જિગ્નેશભાઈ અજમેરા (રાજકોટ), મુમુક્ષુ  શ્રેયમબેન તરુણભાઈ ખંધાર (મુંબઇ), મુમુક્ષુ  નિરાલીબેન તરુણભાઈ ખંધાર (મુંબઇ), મુમુક્ષુ  એકતાબેન અશ્વિનભાઈ ગોસલીયા (મુંબઈ), મુમુક્ષુ  અલ્પાબેન મનોજભાઈ અજમેરા (મુંબઇ), મુમુક્ષુ  આયુષીબેન નિલેશભાઈ મેહતા (મુંબઇ), મુમુક્ષુ  નિધિબેન કમલેશભાઈ મડીયા (મુંબઈ),  મુમુક્ષુ દીયાબેન કલ્પેશભાઈ કામદાર (રાજકોટ) તેમજ મુમુક્ષુ મિશ્વાબેન નીતિનભાઈ ગોંડા (રાજકોટ) એમ કુલ નવ આત્માઓનો સંયમ સંમતિ અવસરચર્તુવિધ સંઘની ઉપસ્થિતિમાં લાઈવ પ્રસારણના માધ્યમે દેશ – વિદેશના હજારો હજારો ભાવિકો તેમજ અનેક અનેક સંત – સતીજીઓની સાક્ષીમાં અત્યંત ઉત્સાહભાવો સાથે સંપન્ન થયો.  પરમ ગુરુદેવે કહ્યું હતું કે,મુમુક્ષુતાને સર્જવા માત્ર પ્રવચન કારણભૂત નથી બનતા પરંતુ અંતરના અવાજ સાથે આત્મકલ્યાણના ભાવ સર્જાય ત્યારે મુમુક્ષુતાનું પ્રાગટ્યથતું હોય છે. એક આત્મા જ્યારે સંયમ માર્ગ પર પ્રયાણ કરે છે ત્યારે પ્રતિકૂળતાને આમંત્રણ પત્રિકા આપવાની સમજ સાથે જ પ્રયાણ કરતાં હોય છે. થોડીક પ્રતિકૂળતા આવે અને ડગી જાય એવા નબળા મનવાળા માટે સંયમ કદી હોતો જ નથી. જ્યાં કોઈની લાગણી ન હોય, જ્યાં સંબંધોની પરવા ન હોય, જ્યાં મોહ છૂટી જાય ત્યાં જ મુમુક્ષુતા પ્રગટ થતી હોય છે. જ્યારે સ્વાર્થ છૂટે છે ત્યારે જ સંયમનો પ્રારંભ થતો હોય છે. ધન્ય હોય છે તે માતા – પિતા જે પોતાની ઈચ્છા અને સ્વાર્થને ત્યજીને પોતાના સંતાનને શાસનના શરણે અર્પણ કરીને મહાત્યાગ કરતાં હોય છે.  એ સાથે જ, હજારો હજારો હૃદય હર્ષ હર્ષનો નાદપોકારી અહોભાવિત થયા હતાં જ્યારે મુમુક્ષુ આત્માઓના માતા – પિતાએ પોતાના સંતાનોના કલ્યાણ માર્ગ પર પ્રયાણ કરવાની મંજુરી આપતાં સંયમ સંમતિ પત્ર પર આજ્ઞાની મહોર અંકિત કરીને, હસ્તાક્ષર કરીને પરમ ગુરુદેવના ચરણમાં પોતાના સંતાનને સમર્પિત કર્યા હતાં. પરમ ગુરુદેવના શ્રીમુખેથી પ્રગટ થતાં બ્રહ્મ મંત્રોચ્ચાર તેમજ સ્વસ્તિકના મંગલ રચના સાથે કરવામાં આવેલસંયમ સંમતિ અવસરના દિવ્ય દૃશ્યો સહુને ધન્ય બનાવી ગયા હતાં.

આ અવસરે મુમુક્ષુઓએ અત્યંત અહોભાવપૂર્વક પોતાના અંતરના સંયમભાવોની હૃદયસ્પર્શી અભિવ્યક્તિ કરતાં દરેક હૃદય અહોભાવિત થયાં હતાં.  એક સાથે નવ- નવ આત્માઓના કલ્યાણ સ્વરૂપ  ભગવતી જૈન દીક્ષા મહોત્સવના તા: ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૧, ના મંગલમય મુહૂર્તની પરમ ગુરુદેવે ઉદ્દઘોષણા કરતાં સહુએ આનંદના વધામણા કર્યા હતાં. સંયમ ધર્મ અને મુમુક્ષુઓની અનુમોદના કરવા આ અવસરે,  મોરારીબાપુની પધરામણી સાથે જૂનાગઢ સંઘના પ્રોફેસર  દામાણી,  સુરેશભાઈ કામદાર  સંઘના સાહેબ આદિ મહાનુભાવો વિશેષ ભાવો સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.

વિશેષમાં, આવી રહેલાં પર્વના દિવસો તેમજ સંયમ સંમતિ અવસર નિમિત્તે ગરીબ પરિવારોને પણ મોઢું મીઠું કરવાના શ્રેષ્ઠ ભાવો સાથે કવેસ્ટ ફાઉન્ડેશનના ધર્મવત્સલા  બીનાબેન અજયભાઈ શેઠ પરિવાર તરફથી છ ૫૧ લાખના અનુદાનની સાથે આયોજિત “મા કા પ્રસાદ” અભિયાનમાં દેશ – વિદેશના હજારો ભાવિકોએ માતબર અનુદાન અર્પણ કરીને ૫૧૦૦૦થી વધુ ગરીબ પરિવારોને વિતરણ કરવામાં  આવ્યું હતું.   અનુદાન અર્પણ કરનારાઓમાંથી નવ ભાવિકોના નામ દીક્ષાર્થીઓના શુભ હસ્તે લક્કી ડ્રો દ્વારાસિલેક્ટ કરવામાં આવતાં તેમને દીક્ષાર્થીઓના હસ્તે મંગલ કલશ અર્પણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.  ઉપરાંતમાં વિજયાદશમીના પાવન અવસરે ગોંડલ ગચ્છ શિરોમણી પૂજ્ય  જયંતમુનિ મહારાજ સાહેબની ૯૯મી જન્મજયંતિ નિમિત્તે એમને યાદ કરીઅમેરિકાના ભાવિકો તરફથી પેટરબાર સ્થિત ચક્ષુ ચિકિત્સાલય અર્થે રૂપિયા ૧૧ લાખનું અનુદાન જાહેર કરવામાં આવતાં જયકાર વર્તાયો હતો.

Loading...