Abtak Media Google News

આપણાં સંતાનોને જીવવાનો, રક્ષણનો, વિકાસનો ભાગ લેવાનો અધિકાર છે

બાળ ઉછેરમાં ટોપ થ્રીમાં ડેનમાર્ક-સ્વીડન અને નોર્વે દેશ છે

નાના બાળકોનાં જીવનમાં માતા-પિતાનો બહું મહત્વનો અને જરૂરી ફાળો છે.માતા પિતાને પોતાનાં છોકરા બહું વ્હાલા હોય છે.તેમ છતાં તેમને બાળકોનો ઉછેર કેમ કરવો જોઈએ તે બાબતની કશી ખબર હોતી નથી બાળકોનાં ઉત્તમ અને સર્ંવાગી વિકાસ માટે માતા પિતાને તેમનાં વિકાસ અને પ્રોત્સાહનની માહિતી હોવી જરૂરી છે. માતા પિતાએ બાળ ઉછેર આત્મવિશ્ર્વાસ સાથે કરવો જોઈએ

૩ થી ૬ વર્ષની ઉંમરએ બાળકનાં વિકાસ માટે મહત્વનો સમય ગાળો છે બાળકોના સંપૂર્ણ અને સંવાર્ગી વિકાસમાં બા-બાપનો ફાળો વિશેષ છે ને સાથે અગત્યની ભૂમિકા પણ ભજવે છે. બાળવિકાસનાં સર્ંવાગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે શારિરીક, સામાજીક, ભાવનાત્મક,ભાષાકિય, અને બૌધ્ધિક અનુભવોની જરૂર હોય છે.બાળકોને રચનાત્મકતા અને શીખવાનો અભિગમ કેળવવા માટે ખાસ અનુભવની જરૂર છે દરેક મા-બાપે બાળ ઉછેરની સમજ મેળવવી પડશે.

માતા પિતા બાળકોને રમત રમાડો, વાર્તાકહો, રંગકામ, ચિટકકામ, માટીકામ કાતર કામ કરાવો બહાર ફરવા લઈ જાવ અને તેને આગળ કરીને તહેવારોની ઉજવણી કરો.દરેક મા-બાપે બાળકને ખુબ પ્રેમ અને વ્હાલ કરવું, પોષ્ટિક ખોરાક આપવો તેમજ ખાવાની અને સ્વચ્છતાની સારી ટેવો શીખડાવવી તેમને સ્વચ્છ સુઘડ વાતાવરણ,ઘર તથા ચોખ્ખુ પીવાનું પાણી આપો તથા તેનાં સંવાગી વિકાસ માટે પ્રોત્સાહન આપો.

બાળકોનાં શારીરિક વિકાસમાં દોડવું -કુંદવું તથા અઢવાની રમતો સાથે દડાને લાતમારવી. જંજપીંગ, લસરવું વિગેરે રમતો રમાડવી જરૂરી છે મા-બાપે પણ સાથે રમવું જરૂરી છે કારણકે બાળક જોઈને વધુ શીખે છે.બૌધ્ધિક વિકાસમાં બાળકોને પ્રત્યથી અનુભવો કરાવો, તેનાં કારણો, અસરો-સંબંધોની વાત સાથે તાર્કિક સમજણ આપો.જેમાં પાસા જોડવા ઘરમાં રમાતી રમતો નાના છોડ મોટા થતાં જોવે એ જરૂરી છે જુદી-જુદી રમકડાની ક્રિયાઓ આકાર ગોળ,ચોરસ જેવી માહિતી માર્ગદર્શન સાથે કલર-પશુ-પક્ષી વાહનો,શાકભાજી વિગેરેની પણ સમાજ આપીને તેનો બૌધ્ધિક વિકાસ કરી શકાય.

૩ થી ૬ વર્ષનાં બાળકનો ભાષાકિય વિકાસમાં સાંભળવું-વસ્તુ-ક્રિયા લોકોના નામ જાણવા-પુસ્તકો જોવા વાંચવા જરૂરી છે અહિતમે વિવિધ મ્હોરાનો ઉપયોગ કરીને તેને યોગ્ય રીતે લયબદ્ધ બોલતો કરી શકો.ભાવાત્મક વિકાસમાં તેના જેવડા નાના બાળકોને જોઈને તથા વિવિધ રમતો ગ્રૃપમાં રમીને અને કુટુંબની મોટી ઉંમરની જેમકે દાદા-દાદી-નાના-નાનીની વાતો દ્વારા વિકાસ થઈ શકે છે.સામાજીક વિકાસમાં બાળકો વડિલો, બીજા બાળકો જોડે સંબંધ બાંધે જેથી તેને સમજણ સાથે એક બીજાને મદદ કરવાની ભાવના વિકસીત કરી શકાય જેમકે નાનુ બાળક મમ્મીને નાની-નાની ઘરકામમાં મદદ કરતું થાય છે.

Knowledge Corner Logo 4

સૌથી અગત્યની વાત બાળકોને વાતાવરણ જાણવાનું તથા અનુભવવાનું ગમે છે.તેઓ જિજ્ઞાસુ હોય છે.કલ્પના કરે છે, નવું નવું સર્જન કરે છે અને કાર્યમાં પહેલ કરે છે.તેઓને લખવાના સાધનોનો ઉપયોગ કરવો બહુંજ ગમે છે બાળકનાં જીવનનાં પ્રથમ છ વર્ષ તેને તંદુરસ્ત અને જવાબદાર નાગરીક બનાવવામાં મહત્વનો ફાળો ભજવે છે.આ સમય દરમ્યાન માતા-પિતા અથવા સાર સંભાળ રાખનાર બાળકોને ઉત્સાહિત વાતાવરણ પુરૂ પાડવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે.બાળકોનાં મગજનો ૯૦ ટકા વિકાસ પણ આ સમય ગાળામાં દરમ્યાન થાય છે.બાળકો જે આવડત-કૌશલ્ય-મૂલ્ય શીખે છે તેની લાંબે ગાળે અસર થાય છે.આજે બદલાતી સામાજિક વ્યવસ્થામાં વિભકત કુટુંબોની સંખ્યા વધી રહી છે તેવા સંજોગોમાં બાળકની સાર સંભાળ અને શરૂઆતનાં વર્ષોમાં મળતું વાતાવરણ યજ્ઞ પ્રશ્ર્ન બની રહ્યો છે.માતા-પિતા માટે બાળપણના વર્ષોમાં લેવાતી સાર-સંભાળ અને શિક્ષણ પાયો સાથે ઘર આસપાસનું વાતાવરણ સૌથી મહત્વની ભૂમિકા અદા કરે છે તેથી મા-બાપે કાળજી લેવી જરૂર જણાય ત્યાં ચાઈલ્ડ સાયકોલોજીસ્ટનું માર્ગદર્શન મેળવી લેવું.વૈશ્ર્વિક લેવલે બાળ ઉછેરમાં ટોપથી દેશોમાં ડેનમાર્કસ્વીડન અને નોર્વેઆવે છે.આપણો દેશ ૫૯માં કામે છે.અત્રે ઉલ્લેખનિય છે કે બ્રિટન કે અમેરીકા જેવા દેશો ૧ થી ૧૦ કામે નથી. આની ઉપરથી ખ્યાલ આવી શકે વિશ્ર્વમાં કયો દેશ બાળકોને વધુ પ્રાધાન્ય આપે છે.ડેનમાર્કની મેટરનિટી અને પેટરનિટી રજાઓની નીતિ દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. વિશ્ર્વનાં ટોપથ્રી દેશોમાં સામાજીક સંભાળ નો કાર્યક્રમ ખુબજ સારો છે.આને કારણેજ ત્યાં ગુનાઓનો દર સૌથી નીચો છે.૧ થી ૫ ક્રમની વાત કરીએ તો ચોથાક્રમે  કેનેડા અને પાંચમાં નંબરે નેઘરલેન્ડ આવે છે.એ પછી સ્વિટઝરલેન્ડ, ન્યુઝિલેન્ડને ઓસ્ટ્રેલિયાનો ક્રમ આવે છે.અને અંતે દરેક મા-બાપે પોતાના બાળકના ઉછેરમાં ખાસ તકેદારી રાખવી, બાળક માટે પુરતો સમય ફાળવવો. બધાની સામે તેને કયારે ઉતારી ન પાડવો ને સતત પ્રોત્સાહનનું સરોવર પુરૂપાડીને પ્રેમ હુંફ લાગણી સભર વાતાવરણ  ઉછેર કરવો જરૂરી છે.

તુજે સુરજ કહ્યું યા ચંદા,

મેરાનામ કરેગા રોશન,

જગમેં મેરા રાજ દુલાશ!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.