Abtak Media Google News

કલ્પનાતીત કપરોકાળ: નવી પેઢી માટે રાતા પાણીએ રોવા જેવી ભીતિ ! સારા અને સક્ષમ નેતાઓ તથા પાણીદાર સુકાનીઓની ખોટ વધુ વસમી બનવાના સંકેતો: રાષ્ટ્રની હાડમારીઓનું કોકડું વધુ ગૂંચવાશે એ નિ:સંદેહ; સારાં સંતાનો નીપજાવવામાં બેસુમાર સુસ્તી દેશને દશ વર્ષ પાછો ધકેલશે… આર્થિક કટોકટીની સાથોસાથ એનાથીયે વધુ હાનિકર્તા કટોકટી ઉભી થવાની સંભાવનાને રખે વિસારે !

આપણા દેશમાં શિક્ષણ ક્ષેત્ર પ્રત્યે જાણ્યે અજાણ્યે ઓરમાયું વર્તન રાખવામાં આવ્યું હોવાની ‘બૂમ’ પ્રવર્તે છે.

લગભગ બધી જ સરકારો અન્ય ખાતાંઓની સરખામણીમાં નાણાની ઓછામાં ઓછી રકમની ફાળવણી કરતી આવી છે.

પંડિત જવાહરલાલ નહેરૂના સર્વપ્રથમ પ્રધાનમંડળ વખતે શિક્ષણની પરિપકવ રાષ્ટ્રીય નીતિ નકકી થઈ શકી નહોતી.

એ વખતે સર્વપલ્લી રાધાક્રિશ્ર્નન ઉપરાષ્ટ્રપતિ હતા, જેમની સ્મૃતિમાં આંતરરાષ્ટ્રીય શિક્ષણ-દિન મનાવાય છે પરંતુ શિક્ષણને મહત્વનું સ્થાન આપીને તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ‘નોલેજ’ પૂરૂં પાડવાની નીતિ અપનાવાઈ નહોતી…

કમનશીબે એ સીલસીલા હમણા સુધી કોઈ પાયાના ફેરફાર વગર, ચલાવાતો આવ્યો છે ! જે જે શિક્ષણ પ્રધાનો આવ્યા એ આપણા આપણા દેશની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડીને તેને તક્ષશિલા, નાલંદા જેવી વિદ્યાપીઠોનાં સર્જન કરી શકયા નહોતા.

હમણા સુધી શિક્ષણખાતું અર્થાત કેળવણી ક્ષેત્ર એના વિવિધ પાસાઓ અંગે વિવાદ-તકરારમાં જ રહ્યા છે.

શિક્ષણ ક્ષેત્રમાં કલહ-ઝગડા પ્રવર્ત્યા કરે છે. શિક્ષણની ઘણી બધી બાબતોમાં શિક્ષણ સંસ્થાઓ, વિદ્યાર્થીઓનાં માબાપ અને વાલીઓ અને કયાંક કયાંકતો સરકારના શિક્ષણ ખાતાના મહાનુભાવો વચ્ચ કલહ કલેશ તકરારો ચાલતા રહે છે.

શિક્ષણ જેવા ક્ષેત્રમાં પણ જો સમાધાન-સમજૂતિના બદલે કલહ કલેશ ચાલ્યા કરે એ લોકશાહીમાં અનૂચિત લેખાવું જોઈએ.

આ વિશાળ દૂનિયા પરથી માંડીને ઘર સુધી નજર નાખો દુનિયાના લાંબા ઈતિહાસથી માંડીને ગૃહજીવન સુધી દ્રષ્ટિ દોડાવો. સંસ્કૃતિઓ, સામ્રાજયો, રાજયો, સમાજ, સંસ્થાઓ પેઢીઓ, જાતીઓ જ્ઞાતિઓ, કુટુંબો જયાં જયા કલહ પેઠો છે ત્યાં તેણે ભયંકર વિનાશ વરતાવ્યો છે. જેમ અણુબોબ ફાટ છે ત્યારે તે નિદોર્ષ કે દોષિત વચ્ચેના ભેદ વિના સર્વનાશ ફેલાવે છે તેમ કલહના પરિણામે જે વિનાશ વર્તાય છે તેમાં સદેવ નિર્દોષનો ભેદ રહેતો નથી. આજની દુનિયાનો મહારોગ કલહ છે. એ રોગઅસાધ્યા બનતો જાય છે. અને જયાં સુધી એને મ્હાત કરવાની શકિત માનવજાત પેદા નહિ કરે ત્યાં સુધી રાક્ષસી વિનાશ એને મળતો જ રહેવાનો ! આજના વિશ્ર્વને અને માનવજાતને તાતી જરૂર છે. કલહની આગને ઠારવાની અને એખલાસની હવા પેદાકર્યા વિના કોઈ સારાં કાર્યો થઈ શકતા જ નથી.

હવે દશકાઓ પછી પણ શિક્ષણ અને કેળવણીની બાબતને સતત ગુનાહિત રીતે ઉપેક્ષવામાં આવી છે.

કોરોના વાયરસ સંબંધી વિવિધ પગલાઓમાં ભણતર, શિક્ષણની બાબત પર સમાવિષ્ટ થઈ છે.

‘જાન હૈ તો જહાન હૈ’ એ કહેવત અનુસાર કોરોના વાયરસથી બચવા માટે અને જાણ્યે અજાણ્યેય આ વાયરસનો શિકાર બનીને જીવતર ઉપર ખતરો ન જાગે એ હેતુથી સત્તાધીશોએ લાંબા વખત સુધી (એટલે કે દિવસો સુધી) સમગ્ર જીવન વ્યવહાર કડક રીતે બંધ કરી દેવાનો કાયદેસર નિર્ણય લેતા જુદાજુદા તમામ સ્તરનાં શિક્ષણ કાર્યો બંધ કરી દેવાયા છે. એના વિકલ્પમાં ઓનલાઈન (એટલે કે મોબાઈલના માધ્યમ દ્વારા) સંબંધીત ભણતર ભણવાનો) માર્ગ અપનાવાયો છે. સ્કૂલોમાં ભણતા સમસ્યાને વધુ વિકટ બનાવશે અને નેતાઓની જરૂરતમાં અમંગળ એંધાણ સમો અવકાશ (વેકયુમ) પેદા કરશે.

આ બાબતને રખે કોઈ ઓછી ગંભીર ગણે ! સારા શિક્ષણ વિના સારા સંતાનો નથી નીપજતા અને સારાં સંતાનો વિના સારા નેતાઓ નથી નીપજતા, એ વાતને ધ્યાનમાં લઈએ તો, અત્યારે જયારે, કોરોના-વાયરસે દેશને બધી રીતે ખેદાનમેદાન કર્યો છે. ત્યારે, તેને ઝડપભેર પૂર્વવત સ્વસ્થ અને સશકત બનાવી દે એવા ચાણકય જેવા, સર્વગાહી કૌશલ્ય ધરાવતા, નેતાઓની તાતી જરૂરતને વખતે જ જો એ નહિ સાંપડે તો દેશ દશ બાર વર્ષ પાછળ ધકેલાશે વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓની અત્યારે આ હાલત છે.

કોરોનાની સદંતર વિદાય બાદ અને એને લીધે જે સામાજિક હાની પહોચી છે તેને પૂર્વવત, ઠીકઠાક કરી લેવાની ગતિવિધિઓ હાથ ધરાશે ત્યારે સત્તાધીશો કેળવણી ક્ષેત્રે કેવી નીતિ રીતિ અપનાવશે તે વિષે કશું જ ઠોસ સત્તવાર રીતે દર્શાવાયું નથી. આ બાબત આર્થિક ક્ષેત્ર કે વ્યાપાર-રોજગારની ગાડીને ફરી પાટે ચડાવવાની બાબત કરતાં વધુ મહત્વની છે, એમ કહ્યા વિના છૂટકો નથી.

આપણા દેશમાં સારા-સાચા અને સક્ષમ નેતાઓની જબરી ખોટ છે. અને બધી જ વહિવટીક્ષેત્રી કામગીરીઓમાં પાણીદાર હોય એવા સુકાનીની પણ અછત છે એ દ્રષ્ટિએ કેળવણી ક્ષેત્ર પ્રત્યેની ઉપેક્ષા આ આપણો દેશ જયાં સુધી અર્થતંત્રની કમજોરીઓને પાર નહિ કરી લે, સામાજીક-પારંપરિક બાબતોમાં પૂન: પ્રાવિણ્ય હાંસલ નહિ કરી લે અને મજૂરો કિસાનો વગેરેને થાળે નહિ પાડી લે ત્યાં સુધી એ પંગુ જ રહેશે કેળવણી ક્ષેત્રનાં સંચલનમાં જેટલી અપૂર્ણતા રહેશે એટલો એ કમજોર રહેવાનો એને વિધાવાન બન્યાવિના છૂટકો નથી એને વિદ્યાપતિઓ નીપજયા વિના છૂટકો નથી.

ધનપતિ બનવાની પૂર્વશરત વિદ્યાપતિ બનાવાની છે.

અમેરિકા ધનપતિ બન્યો એ પહેલા વિદ્યાપતિ બન્યો, ધનવાન બન્યા પહેલા વિધાવાન બન્યા હતો.

આપણા દેશમાં કેળવણી ક્ષેત્ર કંગાળ જ રહેતું આવ્યું છે.

વિશ્ર્વકક્ષાની એકપણ યુનિવર્સિટીઆ દેશમાં નથી એવું કલંક આ દેશના કપાળે છે.

બેસુમાર ખાડે ગયેલા શિક્ષણ ક્ષેત્રને કાંતો તત્કાળ સુધારી મઠારીને નવો ચળકાટ આપી દીધે જ છૂટકો છે.

અન્યથા અવાજ ઉઠાવીને કહેવું પડશે કે, સ્થાપિત હિતોના હાથે કદરૂપી અને કાળીમેશબનતી જતી કેળવણીને બચાવવા પ્રજાકીય વિદ્રોહ અનિવાર્ય ગણાવો જોઈએ. કેળવણીનું ગળુ ઘુંટનારાઓ હકિકતમાં રાષ્ટ્રની સ્વતંત્રતાનું ગળુ ઘૂંટી રહ્યા છે. એમ કહ્યા વિના પણ છૂટકો નથી.

જો સમયસર સાવધાન નહિ થવાય તો એવો પોકાર ઉઠશે જ કે, ખૂંચવીલો બેજવાબદાર અને અપરાધી સત્તાધીશોના તથા કળજૂગી વિદ્યાપતિઓનાં હાથમાંથી ! ફગાવો ઉગતી પેઢીના શત્રુઓને અને ભસ્મીભૂત કરો ધંધાદારી શિક્ષણની મહેલાતોને !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.