બનેવીની હત્યામાં સાળાની ધરપકડ

222

પિતા-પુત્ર વચ્ચે ચાલતા મનદુ:ખમાં ફુઆને બદલે બનેવીને મોતને ઘાટ ઉતારી નાખ્યાની હત્યારાની કબુલાત

મુન્દ્રા નજીક રામાણીયામાં પિતા-પુત્ર વચ્ચે ચાલતા ઘરેલુ ઝઘડાના મનદુખમાં બનેવી અને કૌટુબીંક ભાઇની ઘાતકી હત્યા કરનાર અબ્બાસ અંતે ઝડપાઇ ગયો છે ૩૦ તારીખે અબ્બાસ ઇસ્માઇલ સમા તેની પિતાની શોધખોળ માટે તેની બહેનના ઘરે રામાણીયા પહોંચ્યો હતો અને તેના પિતા વિષે પુછપરછ કરી હતી. પરંતુ તેના બનેવી મુકીમ ઇબ્રાહીમ સમાએ તેના પિતા અહી ન હોવાનુ કહેતાજ ઉશ્કેરાઇ જઇ અબ્બાસે છરી વડે તેને રહેંસી નાંખ્યો હતો. ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.

અને મુન્દ્રા પોલિસે અલગઅલગ ટીમ બનાવી અગાઉ પણ અનેક નાના મોટા ગુન્હાઓમા આવી ગયેલા અબ્બાસને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા તે વચ્ચે આજે તેની મુન્દ્રા પોલિસે ધરપકડ કરી છે. પોલિસે અબ્બાસને ઝડપવા અલગ અલગ ટીમ બનાવી હતી અને બાતમી મળતા ભચાઉથી આજે તેની અટકાયત કરી પોલિસે તેની વધુ પુછપરછ શરૂ કરી છે.

શા માટે થઇ હતી હત્યા નિશાને હતા પિતા પરંતુ હત્યા થઇ બનેવીની અબ્બાસને તેની હરકતોને કારણે તેના પિતાએ ન માત્ર ઘરની બહાર કાઢ્યો હતો.  બસ આજ વાતનુ મનદુખ રાખી અબ્બાસ તેના પિતાને શોધતો હતો. અને ઉશ્કેરાટમાં તે તેની બહેનના ઘરે પહોચ્યો હતો જ્યા તેની પુછપરછ પછી યોગ્ય જવાબ ન મળતા તેણે તેના બનેવીની હત્યા કરી નાંખી હતી. જો કે અબ્બાસથી તેના ગામ ભારાસરમાં પણ લોકો પરેશાન હતા અને તેને તડીપાર કરવા માટે રજુઆતો પણ કરી હતી. પરંતુ તે તડીપાર થાય તે પહેલા તેણે વધુ એક ગુન્હાને અંજામ આપ્યો

સંબધોની ઘાતકી હત્યાના આ કિસ્સાએ સમગ્ર કચ્છમાં ચકચાર સર્જી હતી. કેમકે સંબધમાં બનેવી અને કૌટુબીંક ભાઇની હત્યાને અબ્બાસે અંજામ આપ્યો હતો. જો કે ૪ દિવસ સુધી પોલિસ સાથે સંતાકુકડી રમ્યા બાદ તે ભચાઉ નજીકથી પોલિસના હાથે ઝડપાઇ ગયો છે. તેવુ મુન્દ્રાના પોલિસ ઇન્સપેક્ટર એમ.એન.ચૌહાણે જણાવ્યુ હતુ.

 

 

Loading...