Abtak Media Google News

જાણીતા લેખક વકતા કાજલ ઓઝા વૈદ્યએ બાળકોના ઉછેરમાં પેશન અંગે વાલીઓને દિશા-સુચન આપ્યા: કાર્યક્રમનું મીડિયા પાર્ટનર ‘અબતક’ રહ્યું

રાજકોટની જાણીતી ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા ગઇકાલે શહેરના હેમુ ગઢવી હોલ ખાતે એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પેરેન્ટીંયગ વીથ પેશન વિષય પર યોજાયેલા આ સેમીનારમાં ગુજરાતના જાણીતા લેખીકા અને મોટીવેશનલ સ્પીકર કાજલ ઓઝા વૈદ્ય પોતાના વિચારો રજુ કર્યા હતા.

આ સેમીનારના પ્રારંભમાં સ્કુલના વિઘાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યો હતો. આ સેમીનારમાં ઉ૫સ્થિત મહેમાનોનું સ્કુલ સંચાલકો દ્વારા મોમેન્ટો આપીને સન્માન કર્યુ હતું. આ સેમીનારમાં મોટી સંખ્યામાં વિઘાર્થીઓ તથા વાલીઓ ઉ૫સ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું મીડિયા પાર્ટનર ‘અબતક’ રહ્યું હતું.Vlcsnap 2018 10 06 10H17M26S62ગુજરાતના જાણીતા લેખીકા અને મોટીવેશનલ સ્પીકર કાજલ ઓઝા વૈદ્યે અબતકને આપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે ક્રીષ્ના ઇન્ટરનેશનલ સ્કુલનું ખુબ સરસ પહેલ કરી છે. એવી કેટલી સ્કુલ છે કે જે કે પેરેન્ટીંગ વિશે કશું કહે છે? માતા-પિતાએ પોતાના બાળક સાથે કંઇ રીતે વર્તવુ જોઇએ એ વિષય પર પણ વિચારે છે.

એવી કેટલી સ્કુલ આપણી પાસે ગુજરાતમાં છે. ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કુલ આજે આ પહેલ કરી છે તે ખુબ મહત્વનો છે અને મારી તૃપ્તિબેન ગજેરા સાથે વાત થઇ તે મુજબ આ સ્કુલમાં વિઘાર્થીઓને મોબાઇલ જેવા ગેઝેટ પણ રાખવા દેવામાં આવતા નથી.

૫૦૦ થી વધારે બાળકો કેમ્પસમાં રહે અને તેમની પાસે મોબાઇલ ના હોય અને મોબાઇલ વગર તરૂણ વયના છોકરાઓ મજાથી રહી શકે છે તે બાબત બહુ બધા મા-બાપોએ જઇને જોવી જોઇએ ત્યાં આવું કંઇ રીતે શકય છે? તેમ જણાવીને કાજલબેને ઉમેર્યુ હતું કે આ સ્કુલમાં જુદા જુદા બાળકો આવે છે.

જુદા જુદા વિચારના, જુદા જુદા ઘરના, જુદા જુદા કલાસના જુદી જુદી જ્ઞાતિના, જુદા જુદા ઉછેરના સાથેના આવતા બાળકોને એક સ્થળ પર રાખવા, તેમને તાલીમ આપવી સારા  માણસ બનાવવાનો પ્રયત્ન કરવોએ અનોખી બાબત છે. ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કુલમાં કેમ્પસમાં ૧૦૦ જેટલી દીકરીઓ રહે છે.4 23આ બધાની વચ્ચે કયાંક માતા-પિતાનો શું રોલ છે. તે વિષયની વાત બહુ સરસ રીતે ક્રિષ્ના સ્કુલના સંચાલકો દ્વારા વિચારવામાં આવી છે અને આ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. તે આ વાત ખુબ સારી રીતે વાલીઓ સમક્ષ મુકી છે. તે માટે સ્કુલ સંચાલકો અભિનંદનને પાત્ર છે.

આ સ્કુલ સાથે જોડાયેલો વિચાર બીજી બધી સ્કુલોએ પણ વિચારવો જોઇએ કે ખાલી ભણાવીને છુટા થઇ નહી જવાતું પરંતુ સારી વ્યકિત સમાજને આપી શકાય તે માતા-પિતાને પણ શીખવવું તે સ્કુલની એક મોટી જવાબદારી છે તે ક્રિષ્ના સ્કુલના સંચલકો સારી રીતે નિભાવી રહ્યા છે તેમ જણાવીને કાજલબેને ઉમેર્યુ હતું કે આજની સ્કુલીંગ સિસ્ટમ સામે મારો બહુ મોટો વિરોધ છે.

આ જે પ્રકારની સિસ્ટમમાં આપણે  ભણી રહ્યા છીએ મારો દિકરો પણ આ સિસ્ટમમાં જ ભણ્યો છે પરંતુ, આ બહુ બેકાર સિસ્ટમ છે. આ જે પ્રકારે છોકરાઓનો બારમાં ધોરણ વિશે ભયાનક રીતે ડરાવીએ છીએ જાણે શું એ થઇ જશે ? નહીં ભણે તો એક વર્ષ નાપાસ થઇ જશે? જીંદગી બગડે તેના કરતા વર્ષ બગડે તે સારુ નહીં. મા-બાપ પોતાના સ્વપ્ના  એન્જીનીયર કે ડોકટર જ થવાનું છે અને આમ જ કરવાનું છે.2 41 તે બાળક પર ઠોકી બેસાડે છે. દરેક સફળ વ્યકિત પાસે પોતાનું પેશન હોય છે. અને પોતાના પેશનથી આગળ વધે તો જ સફઇ થઇ શકે છે. આ સેમીનાર વિષય જ છે કે પેરેન્ટીંગ વીજ પેશન એટલે મને લાગે છે કે પેશનને પેરેન્ટીંગનો નહી પરંતુ પેરેન્ટીંગ સાથે જોડાયેલા બાળકના ઉછેરના પેશનની આ સેમીનારમાં વાત કરી છે.

ક્રીષ્ના સ્કુલના મેનેજીગ ટ્રસ્ટીના તૃપ્તીબેન ગજેરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ક્રીષ્ના ગ્રુપ ઓફ સ્કુલ દ્વારા પેરેન્ટીંગ ફોર પેસન એટલે કે ધીરજ પૂર્વક પેરેટીંગ કઇ રીતે કરવું? એના માટે એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમીનારના મુખ્ય વકતા તરીકે પ્રખર લેખીકા કાલજ ઓઝા વૈદ્ય હતા.

જેમણે આજની જનરેશનમાં અને આજના પેરેન્ટસ એ બંને વચ્ચે જનરેશન ગેપ છે. જેને દુર કરવા માટે અને એક ફ્રેન્ડલી વાતાવરણ ઘરમાં ફેમીલીમાં ઉભુ થાય એના માટે ખુબજ સરસ વાતો કરી હતી. ઉપરાંત કાલજબેને પેરેન્ટસમાં રહેલા પ્રશ્ર્નોના જવાબ પણ ખુબ સારી રીતે  આપ્યા હતા આ પેરેટીંગ સેમીનારથી એજયુકેશન ફીલ્ડમાં ઉપરાંત આજના જે પેરેન્ટસને સતાવી રહ્યો છે. આજના સમાજમાં સારા ડોકટર, સી.એ. એન્નીજીયર, બીઝનેસ મેન કરતા સારા માણસ બનવું જરુરી છે અને એ વિશે ખુબ સારી માહીતી કાજલબેને આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.