Abtak Media Google News

દાતાઓના સહકારથી બીલ્ડીંગનું રિનોવેશન કરી હેલ્થ કલબ, યોગા સેન્ટર, લેબોરેટરી સહિતની પ્રવૃતિ શરુ કરાશે

તબીબી, મહિલા સશકિતકરણ, શિક્ષણ સહીતના વિવિધ ક્ષેત્રે સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા સરગમ કલબને તેની સેવા પ્રવૃતિના વિકાસ માટે ડો. સિઘ્ધાર્ંથ પટેલે પોતાની કેનાલ રોડ ઉપર આવેલી અંદાજે ૩ કરોડ ‚પિયાની કિંમતની આખે આખી પરમ પ્રકાશ હોસ્પિટલ દામાં આપી દીધી છે. ત્રણ માળમાં ૧પ જેટલા ‚મ, ૩ ગેલેરી અને ફર્નીચર સહીતની સુવિધા ધરાવતી આ હોસ્પિટલનું બીલ્ડીંગ સરગક પરિવારને અર્પણ કરવામાં આવ્યું હતું. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ કહ્યું છે કે, આ બીલ્ડીંગમાં સુધારા વધારા કરીને તેમાં વિવિધ પ્રકારના આઠ પ્રવૃતિ શરુ કરવામાં આવશે અને તેનો લાભ લોકોને આપવામાં આવશે. આ બીલ્ડીંગના અર્પણ કાર્યક્રમમાં ગુણવંતભાઇ ડેલાવાળા ઉપરાંત ઉઘોગપતિ મૌલેશભાઇ પટેલ, ખોડીદાસભાઇ પટેલ, શિવલાલભાઇ રામાણી, ભરતભાઇ સોલંકી, દીપકભાઇ શાહ, ઘનશ્યામભાઇ પરસાણા, વગેરે ઉ૫સ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુણવંતભાઇ ડેલાવાળાએ ડો. સિઘ્ધાર્ંથ પટેલનો આભાર માન્યો હતો. ગુણવંતભાઇએ કહ્યું હતું કે દાતાઓના સહકારથી આ બીલ્ડીંગનું રીનોવેશન કરીને ત્યાં આરોગ્ય કેન્દ્ર, લેબોરેટરી, કિમોથેરાપી સેન્ટર, હેલ્થ કલબ, સીવણી કલાસ યોગા સેન્ટર સહીતની પ્રવૃતિ શરુ કરવામાં આવશે અને તેનો લાભ સમાજના એક મોટા વર્ગને મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.