Abtak Media Google News

વિરાણી પૌષધ શાળામાં ૨ હજારથી વધુ ભાવિકો ઉમટયા: પૂ. સુશાંતમૂનિજી, પૂ. નમ્રમુનિજી, પૂ. પિયુષમૂનિજી, પૂ. ચેતનમૂનિજી, પૂ વિનમ્ર મૂનિજી, પૂ. પવિત્રમૂનિજી સહિત સાધ્વી વૃંદની પ્રેરક ઉપસ્થિતિ

અબતક ચેનલ લાઈવ વેબ અને યુ ટયુબનાં માધ્યમથી લાખો ભાવિકોએ લીધો લાભ

Vlcsnap 2018 06 11 09H27M50S224

Vlcsnap 2018 06 11 09H29M01S142રાજકોટ ખાતે આવેલી વિરાણી પૌષધશાળા ખાતે સ્થાનકવાસી જૈન મોટા સંઘ માટે વ્યાખ્યાન અને જાપ સાધનાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે સ્થાનકવાસી જૈન સમાજનાં ભાવિક ભકતો ખૂબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અબતક ચેનલનાં લાઈવ પ્રસારણ દ્વારા તથા વેબ લાઈવ તેમજ યુ-ટયુબ લાઈવ દ્વારા લાખો ભાવિકો પૂજય નમ્રમૂનિ મહારાજ સાહેબનું વ્યાખ્યાન અને જાપ સાધનાનો લાભ લીધો હતો.

Vlcsnap 2018 06 11 09H28M48S251

રાજકોટ સ્થાનકવાસી જૈન સમાજ માટે રવિવારનો દિવસ સૂવેણ દિવસ સાબિત થયો. તા.૧૦/૬/૧૮ ના પાવન દિવસે પૂ.ગુરુદેવ સુશાંત મુનિ મ.સા.,રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સા.,પૂ.પિયુષમુનિ મ.સા.,પૂ.ચેતન મુનિ મ.સા.,પૂ.વિનમ્ર મુનિ મ.સા.,પૂ.પવિત્ર મુનિ મ.સા.તથા ગોંડલ સંપ્રદાય, સંઘાણી સંપ્રદાય, અજરામર સંપ્રદાયના વિશાળ સાધ્વીવૃંદની પાવન ઉપસ્થિતિમાં  સ્થા.જૈન મોટા સંઘ, વિરાણી પૌષધ શાળા ખાતે ” મહા પ્રભાવક  ઉવસગહરં સ્તોત્ર ” ના જપ સાધનાનું આયોજન થયેલ.રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સાહેબે બ્રહ્મ નાદથી અલૌકિક દિવ્ય જાપ કરાવેલ. બે હજાર ઉપરાંત ભાવિકોએ પરમ શાંતિમય વાતાવરણમાં જપ સાધનાનો અવિસ્મરણીય લાભ લીધેલ.

Vlcsnap 2018 06 11 09H43M09S204

સૌપ્રથમ જૈન શાળાની બાલિકાઓએ સુંદર સ્તવનની પ્રસ્તુતિ કરી ચતુર્વિધ સંઘનું સ્વાગત કરેલ. મોટા સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ દોશીએ ઉપસ્થિત ચતુર્વિધ સંઘનું સ્વાગત કરતાં કહ્યું કે આજનો દિવસ અમારા માટે પરમ ભાગ્યશાળી સાબિત થયો છે. વધુમાં તેઓએ કહ્યું કે શેષકાળનો મહત્તમ લાભ આપજો. ગોંડલ સંપ્રદાયના પૂ.ભદ્રાબાઈ મ.સ.ના સુશિષ્યા પૂ.અજીતાબાઈ મ.સ. એ કહ્યું કે વિરાણી પૌષધ શાળાની ભૂમિ પરમ ભાગ્યશાળી છે કારણ કે અહીં અનેકોનેક આત્માઓની દીક્ષા ભૂમિ છે.તેઓએ કહ્યું કે મારી વડી દીક્ષા પણ આ ભૂમિ પર થયેલી છે. પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી પૂ.જિજ્ઞાબાઈ મ.સ. એ પ્રસંગોચિત્ત ઉદબોધન કરેલ. મોટા સંઘના તમામ સદ્સ્યો વતી  સંઘે ગુરુવર્યોને કામળી વહોરાવેલ. સ્વ.ગુલાબબેન અનિલભાઈ મહેતા પરીવાર તરફથી આયોજિત શાતાકારી નવકારશીમાં બે હજાર ભાવિકોએ લાભ લીધેલ.

Vlcsnap 2018 06 11 09H24M41S132

પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સાહેબે પોતાના મનનીય પ્રવચન આપતા ફરમાવ્યુ કે વિરાણી પૌષધ શાળા સાથે મારી સ્મૃતિઓ અને સંભારણા જોડાયેલા છે. સંયમ અંગીકાર કર્યા બાદ પ્રથમ પ્રવચન આ ભૂમિ ઉપર આપેલું. એક સપનું હતું કે આ પાવન ભૂમિ ઉપર મહા પ્રભાવક  ઉવસગહરં સ્તોત્રની જપ સાધના કરાવવી.આજે આ સપનું સાકાર થયું છે.સંતો સદા તપ – જપની સાધના – આરાધના કરવા અને કરાવવા આવતા હોય છે. જિન શાસન હંમેશાં ઉપાસકોથી શોભે છે. પૂ.ગુરુદેવે વધુમા કહ્યું કે જગતના સર્વે જીવો પ્રત્યે સમભાવ રાખજો.સંતનું સજેન સદા નિ:સ્વાથે જ હોય છે.

Vlcsnap 2018 06 11 09H23M44S65

પૂ.સંતો અને સંઘપતિઓ ગામમાં રહેલા ટાવર ઘડીયાળ જેવા હોય છે.જો ટાવર ઘડીયાળ સાચો સમય ન બતાવે તો જનતાનું સમય પત્રક વેર વિખેર થઈ જાય છે. એક રોચક દ્રષ્ટાંત દ્રારા સમજાવેલ કે ફુલની સાથે રહો તો સુવાસ મળે અને કાદવ સાથે રહો તો વાસ મળે. સદ્ ગુણોની પ્રભાવનાથી આકાશ સુધીની ઉંચાઈ મળે. ધમે કરજો અને અન્યને ધમેમાં જોડજો. સંઘષે બાદ જે સફળતા મળે છે તે શ્રેષ્ઠતમ હોય છે. જીવનમાં આત્મ વિશ્વાસ વધારજો.

Vlcsnap 2018 06 11 09H24M19S153

મોટા સંઘના ટ્રસ્ટી રજનીભાઈ બાવીસીએ પૂ.ગુરુવર્યોને ચાતુર્માસ તેમજ શેષકાળનો લાભ આપવા વિનંતી કરેલ.આભાર વિધી સંઘ પ્રમુખ ઈશ્વરભાઈ દોશીએ કરેલ તેમ રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંઘની યાદિમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.