Abtak Media Google News

મોરબીના પાનેલી ગામે માર્ચ મહિનામાં થયેલ રોડ અકસ્માત બાદ ગ્રામજનોએ ખનીજચોરી મામલે વ્યાપક રોષ પ્રગટ કર્યો હતો અને તંત્ર દ્વારા ખનીજ ચોરીની તપાસ કરવામાં આવતા ગામના ઉપસરપંચ વિરુદ્ધ ૧૦ કરોડથી વધુની ખનીજચોરી અંગે ગુન્હો નોંધવામાં આવ્યો હતો જે ફરિયાદના સપ્તાહ બાદ ઉપસરપંચની ધરપકડ કરવામાં આવી છે મોરબીના ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર અંકુર ભાદરકા દ્વારા તાલુકા પોલીસ મથકમાં આઈપીસી કલમ ૩૭૯ તથા ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઈલીગલ માઈનીંગ ટ્રાન્સપોર્ટશન એન્ડ ટ્રોરેજ) તેમજ એમ એમ આર ડી એક્ટ ૧૯૫૭ ની કલમ ૪ (૧) ૪ (૪ એ) તથા ૨૧ (૧) ૬ મુજબ પાનેલી ગામના ઉપસરપંચ રમેશભાઈ શીવાભાઈ આંતરેસા વિરુદ્ધ પાનેલી ગામની સીમ જગ્યામાં આવતા વિસ્તારમાં હાર્ડ મોરમ (ખનીજ) નું ખોદકામ કરી બિન અધિકૃત રીતે ૩,૧૬,૦૮૬ મેં. ટન કીમત રૂ ૭,૧૧,૧૯,૩૫૦ સરકારની વસુલાત પાત્ર થતી રકમ તથા બિન અધિકૃત રીતે ખનન થયેલ રૂ ૨,૯૧,૫૮,૯૩૩ પર્યાવરણને નુકશાનીનું વળતર મળી કુલ રૂ ૧૦,૦૨,૭૮,૨૮૩ ની ખનીજ ખાતાની કોઈપણ મંજુરી વગર આરોપી તથા ખનન સાથે સંકળાયેલ આરોપીએ ગેરકાયદેસર ખનીજ ચોરી કરી ગુન્હો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ બાદ તાલુકા પીએસઆઈ એન જે રાણાની ટીમે પાનેલીના ઉપસરપંચ રમેશભાઈ આંતરેસાની અટકાયત કરી વધુ તપાસ ચલાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.