Abtak Media Google News

પં. દિનદયાળજીના પ્રેરણાદાયી વિચારોમાં રાષ્ટ્ર અને સમાજને સમૃઘ્ધ બનાવવાની શકિત

પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે તેમના જીવનકાર્યોની યાદોને તાજી કરી યુવા પેઢી સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસ રૂપી ભાવવંદના પાઠવતા   રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં રાજકીય પુરુષ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનાં વૈચારિક પ પર ભારતીય જનતા પક્ષ વડાપ્રધાન   નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં અગ્રેસર છે. ભારતનાં યુવાનો પણ પંડિત દીનદયાળજીનાં વૈચારિક પ પર અગ્રેસર બની તેમનાં વિચારોને વ્યવહારમાં લાવે તો દેશમાં સોનાનો સૂરજ ઉગી શકે.

દરેક વ્યક્તિએ જીવનમાં એકવાર પંડિત દીનદયાળજીનાં જીવન ચરિત્ર અને વૈચારિક મૂલ્યોી માહિતગાર વું અત્યંત જરૂરી છે.પં. દીનદયાળજીનાં પ્રેરણાદાયી વિચારોમાં રાષ્ટ્ર અને સમાજને સમૃદ્ધ અને મજબૂત બનાવવાની શક્તિ રહેલી છે.

પંડિત દિનદયાળ ઉપાધ્યાય એટલે રાજકીય ક્ષેત્રે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરૂ પાડનાર અમર વ્યક્તિત્વ. સામાજિક અને રાજકીય ક્ષેત્રે એમણે કરેલુ ઋષિકાર્ય આજે પણ અનેકોનો પ પ્રકાશિત કરે છે.

તેઓ જન્મી નહીં પરંતુ કર્મી મહાન હતા. એમના કાર્યોને આધારે જન્મી લઈ મૃત્યુ પર્યન્તના એમના જીવનની એકએક ઘટનામાં આગળ વધવાનો, ઉન્નતિ સાધવાનો સંદેશ સતત ગુંજ્યા કરે છે.

પંડિત દીનદયાળજીનાં સમગ્ર જીવનનો સાર માત્ર એક વાક્યમાં જ વ્યક્ત કરવો હોય તો એ વાક્ય છે – વ્યકિત પોતાના કર્મો દ્વારા પુજાય છે. એમણે સંઘર્ષપૂર્ણ જીવનમાં હંમેશા કર્મની શ્રેષ્ઠતાને પ્રસપિત કરી.

કાલીકટના અધિવેશનમાં એમણે સમગ્ર રાષ્ટ્રને ચરૈવૈતિ! ચરૈવેતિ!! ર્આત સતત ચાલતા જ રહોનો જે અમર સંદેશ આપ્યો જે એમણે પોતાના જીવનમાં સાકાર કરી બતાવ્યો હતો.

આજી અર્ધી સદી પૂર્વે પંડિત દીનદયાળજીએ એકાત્મ માનવદર્શનનો વિચાર રજૂ કર્યો હતો. પંડિતજીનો એકાત્મ માનવવાદ સર્વે જના: સુખિન: સન્તુ એટલે કે હુ એકલો નહિં, સૌ સુખી ાયનાં ભાવનાને પ્રગટ કરતુ અલૌકિક ચિંતન છે. ભારતીય રાજનીતિ અને દુનિયાને આ એમની મોટી ભેટ છે.

આ દેશના તમામ જાતના સમાધાન શોધવાની આસ ધરાવનાર પ્રકાશપુંજ વિશે અટલ બિહાર વાજપેયીએ કહ્યુ કે, દિનદયાળજીનું જીવન તેમજ તેમના વિચારો આજે પણ ભારતીય જનતા પક્ષ તેમજ સામાજીક સેવાક્ષેત્ર તેમજ જાહેરજીવનમાં જોડાયેલા લાખો લોકો માટે પ્રકાશ બની પદર્શક બની રહ્યા છે.

પંડિતજીનું તત્વદર્શન તેમજ ચિંતન રાષ્ટ્ર તેમજ પ્રજા માટે આવનારા સમયમાં પણ જીવનપોય બની રહે તેવું પં. દિનદયાળજીને ભાવવંદના પાઠવતા   રાજુભાઈ ધ્રુવે જણાવ્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.