Abtak Media Google News

ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં જનરલ વોર્ડ પણ સંપૂર્ણ  વાતાનુકુલિત

નવા બિલ્ડીંગમાં પ્રવેશનું કાઉન્ટ ડાઉન શરૂ

શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા નિદાન કેન્દ્રમાંથી અતિ આધુનિક સુવિધા ધરાવનાર મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પરિવર્તિત કરવા માટે આખરી ઓપ આપવામાં અત્યંત વ્યસ્ત છે તેવા સંજોગોમાં વધુ ત્રણ નિષ્ણાંત તબીબોની નિમણુંક કરવામાં આવી છે.

જે તબીબોની નિમણુંક કરવામાં આવી છે તેમાં ડો. હર્ષ શાહ માથાનો દુખાવો, સ્પાઈનલ ટ્યૂમર, આંચકી આવવી, હાથ પગનો દુખાવો, મગજની ગાંઠ, હેમરેજ, લકવાની અસર થવી, મગજની ઇજા, મગજની નસ ફાટવી, ત્રાસી આંખ થઈ જવી, કરોડરજ્જુની ઇજા, ચાલવામાં તકલીફ થવી, જન્મજાત માથામાં રસોળી, વાંસામાં રસોળી હોવી, કમરનો દુખાવો, સ્લીપ ડિસ્ક, જન્મજાત માથું મોટું હોવું, ગરદનનો દુખાવો તથા ઓછું. દેખાવું જેવા રોગોના નિષ્ણાંત છે. તેઓ દર મંગળવારે સાંજે ૪ થી ૫ મળી શકશે.

ડો. જોલીકા વાછાણી તેઓ ખીલ, સફેદ ડાઘ, સોરાયસીસ, ધાધર, ગુમડા, ખસ,અછબડા, ઓરી, કખવા જેવા ચેપી રોગો, એલર્જી જેવી કે સાબુ, પાણી, ખોરાક, દવા, કેમિકલ ને લગતી, શીળસ, ઉંદરી, ખોડો, ટાલ પડવી, જુ પડવી, ગુમડા થવા જેવા વાળના રોગો, નખના રોગો જેમકે ધાધર, આડા તેમજ બટકણા નખ, ગનોરિયા, હર્પીસ, સાયફિલિસ, રક્તપિત્ત, ચામડીને લગતી સર્જરીઓ જેવા રોગોની સારવાર કરવામાં નિપુણતા પ્રાપ્ત કરી છે. તેઓ દર સોમવાર થી શનિવાર સુધી સવારે ૧૦ થી ૧૧ નિયમિત રીતે મળશે.

ડો. મુકુંદ વિરપરિયા પેટ, આંતરડા, લીવર, સ્વાદુપિંડ, પિત્તાશય અને પિત્તનળીના રોગો તથા કેન્સરના રોગોનું સચોટ નિદાન, અન્નનળીની મોટિલિટી, અસાધ્ય એસિડિટી અને હઠીલા કબજિયાતના રોગોનું સચોટ નિદાન, વારંવાર થતો કમળો, ઝેરી કમળો, લોહીની ઉલ્ટી, અને લોહીના ઝાડાની સારવાર, લીવર ટ્રાન્સપ્લાન્ટનું માર્ગદર્શન, લીવર સિરોસીશનું સચોટ નિદાન અને સારવાર, કરવા માટે સારો એવો અનુભવ પ્રાપ્ત કરેલ છે. તેઓ દર સોમવાર થી શનિવાર સુધી સાંજે ૪ થી ૫ મળી શકશે.

સૌ પ્રથમ ટ્રસ્ટ સંચાલિત મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ હશે કે જેનો જનરલ વોર્ડ સામાન્ય જ નહિ પણ સંપૂર્ણ પણે વાતાનુકુલિત હશે. નવા બિલ્ડીંગમાં મંગલમય પ્રવેશ કરવાનું કાઉન્ટ-ડાઉન શરુ થઈ ચૂક્યું છે. તે બિલ્ડીંગ કુલ ૧૦૦૮ ચો. વાર જગ્યામાં ગ્રાઉન્ડ અને પાંચ માળ અને ૫૦૦૦૦ થી પણ વધારે સ્કવે. ફૂટ બાંધકામ ધરાવે છે. તદુપરાંત ૮ ટવીન શેરિંગ રૂમ, ૪ સ્પેશ્યલ વોર્ડ, ૧૦ બેડના મેડિકલ આઈ.સી.યુ. રૂમ, ૧૦ બેડનો જનરલ વોર્ડ, ૧૬ વ્યક્તિની વજન ગહન કરવાની ક્ષમતા ધરાવતી ૨ લિફ્ટ, ૪૫૦૦ થી પણ વધારે સ્કવે. ફૂટ જગ્યામાં પાર્કિંગની વ્યથા, અદ્યતન પેથોલોજી લેબોરેટરી, રેડિઓલોજી વિભાગ ધરાવતા હશે.

તમારી બીમારીનું શ્રેષ્ઠ નિદાન એ જ અમારી જવાબદારી સ્વીકારતા પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના યુવા પ્રમુખ દેવાંગભાઈ માંકડ, ઉપપ્રમુખ ર્ડો. લક્ષમણભાઇ ચાવડા, માનદમંત્રી તનસુખભાઈ ઓઝા, કોશાધ્યક્ષ ડી. વી. મહેતા, ટ્રસ્ટીઓ મયુરભાઈ શાહ, વસંતભાઈ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, નીરજભાઈ, નીતિનભાઈ મણીયાર, મિતેષભાઈ વ્યાસ, નારણભાઇ લાલકિયા, ર્ડો. ત્રિવેદી, મનુભાઈ પટેલ જેવા સમાજ સેવકો વર્તમાન કોરોનાની મહામારી વચ્ચે આશા અને ઉમંગ સાથે આવી રહેલા આગામી તહેવારોમાં માસ્ક, સેનીટાઈઝેશન અને સામાજીક અંતર જાળવવાની અપીલ સાથે દરેક નાગરિકજનોને દીપાવલીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે સતત કાર્યરત એવા પંકજભાઈ ચગ (વોટ્સએપ્પ નંબર – ૯૮૭૯૫ ૭૦૮૭૮) તથા વૃતિબેન ધડૂકનો (હોસ્પિટલ પર) અથવા તો હોસ્પિટલના લેન્ડ લાઈન નંબર ૦૨૮૧-૨૨૩૧૨૧૫ / ૦૨૮૧-૨૨૨૩૨૪૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.