પંચનાથ અને કે.કે.વી. હોલ નજીક વૃક્ષો ધરાશાયી: કાર દટાઇ

45
panchnath-and-kkv-trees-collapse-near-the-hall:-car-seized
panchnath-and-kkv-trees-collapse-near-the-hall:-car-seized

શહેરમાં મેધરાજાની વાઝતે ગાજતે એન્ટી સાથે ભારે પવન ફુંકાતા બે સ્થળો પર વૃક્ષ ધરાસાયી થયાની ઘટના ફાયર બ્રીગેડને જાણ થતાં ફાયરના સ્ટાફે ઘઠના સ્થળ પર પહોંચી રેસ્કયુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને જાનહાની થતાં અટકાવી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે શહેરમાં મેધરાજાખે ભારે પવન સાથે ધમાકેદાર એન્ટ્રી કરતા જુદા જુદા બે સ્થળો પર વૃક્ષ ધરાસાયી થયાની ધટના પ્રકાશમાં આવી હતી. જેમાં શહેરના ૧પ૦ ફુટ રીંગ રોડ પર કેકેવી હોટલ નજીક જીજે ૩ એટી ૩૧૦૩ નંબરની કાર પર વૃક્ષ પડતા તેમાં સવાર ચાર વ્યકિતઓ ફસાયા હતા. ઘટનાની જાણ ફાયર સ્ટેશનમાં થતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ધટના સ્થળ પર દોડી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્કયુ કામગીરી હાથ ધરી ધરાશાયી વૃક્ષને કાર પરથી હટાવી ચારેય મુસાફરોને બહાર કાઢયા હતા. ઘટનાના પગલે કોઇ જાનહાની થઇ ના હતી. જયારે કારમાં અંદાજે રૂા ૧.૫૦ લાખની નુકશાની થઇ હોવાનું જાણવા મળ્યું છે.

જયારે અન્ય બનાવમાં શહેરમાં પંચનાથ મંદિર પાસે પણ પૌરાણીક વૃક્ષ ધરાસાયી કોઇ હાજર ન હોવાથી ફાયર બ્રીગેડના સ્ટાફે ઘટના સ્થળ પર પહોંચી વૃક્ષ હટાવાની કામગીરી હાથ ધરી છે. મેધરાજાની ધમાકેદાર એન્ટથી ભારે પવન ફુકાતા શહેરમાં અનેક સ્થોળ પર વૃક્ષ ધરાસાયી થવાની ઘટના પ્રકાશમાં આવી છે જેન પગલે વસ્તુઓમાં ભારે નુકશાની થઇ હતી પરંતુ કોઇ જાનહાની થઇ ન હતી.

Loading...