Abtak Media Google News

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે સુજલામ સુફલામ જળસંચય અભિયાન ગુજરાતને પાણીદાર બનાવવાનું અભિયાન છે. આ જળસંચય અભિયાન થી ધરતીમાતાની તૃષા સંતોષાશે અને જળસ્તર ઊંચા આવશે તેના થકી ગુજરાત પાણીદાર બનવા સાથે હરિયાળું બનશે અને જળક્રાંતિથી સોળેકળાએ વિકાસ ખિલશે.

Img 1298મુખ્યમંત્રીશ્રી એ આજે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામે શ્રમદાતાઓ સાથે શ્રમદાન કરી તળાવ ઊંડુ કરવાના કામનો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીશ્રી ના હસ્તે પ્રતિકાત્મક સાડી તેમજ શ્રમદાતો ઓને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Img 1353મુખ્યમંત્રીશ્રીએ પંચમહાલ જિલ્લામાં અંદાજેરૂા.૫૦ કરોડના વિવિધ ૧૨ વિકાસ પ્રકલ્પોનું ઇ-તકતી દ્વારા લોકાર્પણ-ખાત મુહૂર્ત કર્યું હતું.

Img 1433

શ્રી વિજયભાઇ રૂપાણીએ સુજલામ સુફલામ જળઅભિયાનને વ્યાપક લોકસમર્થન મળી રહયું છે તેમ જણાવતાં ઉમેર્યુ હતું કે મેન-મશીનરી અને મની પાવરના ત્રિવેણી સંગમથી ગુજરાતે સમગ્ર દેશનું સૌથી મોટુ જળસંચયનું અભિયાન ઉપાડયું છે. જે રાષ્ટ્રને નવી દિશા ચીંધશે. આ કામગીરી માટે રાજયમાં ૪૦૦૦ જેસીબી સહિત ૧૨૦૦૦ ટ્રેકટર-ડમ્પર કામ કરી રહયા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.