Abtak Media Google News

શાળામાં ઘુસી વિદ્યાર્થીને ઢોર માર મારવાનો વિડીયો સામે આવતા હથ તપાસ શરૂ

કચ્છ જીલ્લાના રાયધનપુર ગામનો એક વિડીયો ખુબ જ વાયરલ થયો છે. જેમાં પંચાયત સભ્ય પ્રાથમિક શાળાના વિદ્યાર્થીને ઢોર માર મારતા નજરે પડે છે. વિડીયો વાયરલ થતા અધિકારીઓએ ઘટનાની વધુ તપાસ કરી હતી. પંચાયતની સ્કુલ મેનેજમેન્ટ કમિટી મેમ્બર ૭માં ધોરણના વિદ્યાર્થીને બેફામ માર મારતી વખતે સ્કુલના સીસીટીવીમાં સમગ્ર ઘટના રેકોર્ડ થઈ અને આ ફુટેજ ખુબ જ વાયરલ થયા હતા. ત્યારબાદ કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું હતું કે મહા બારાદિયા નામના વ્યકિતએ બાળકને માર્યો હતો હવે તેના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. વિડીયોમાં બારાદિયા બાળકોને ખેંચીને પછાડતા અને લાત થપ્પડ મારતા દેખાય છે. જેમાં અન્ય વિદ્યાર્થીઓ માર ખાઈ રહેલા છોકરાને બચાવવાના પ્રયત્નો કરે છે.

આ સમગ્ર ઘટનાની જાણ શિક્ષકોને હોવા છતાં બધા જ મૌન થઈને બેસે છે. ઘટના પરમદિવસે રિસેસ દરમ્યાન બની હતી. આરોપી સ્કુલ મેનેજમેન્ટ કમિટી અને ગ્રામ પંચાયતનો સભ્ય હોવાનું સામે આવ્યું છે. બારાદિયાની સામે વિદ્યાર્થીના વાલીએ ફરિયાદ પણ કરી હતી. ત્યારબાદ સુચના અપાઈ હતી કે તે સભ્યને હવે શાળા પરીસરમાં પ્રવેશવાથી પ્રતિબંધિત રાખવામાં આવશે. આ કેસની જવાબદારી શિક્ષણ વિભાગ, ડીડીઓ અધિકારીઓને સોંપાઈ છે. આરોપી પર ચોકકસપણે આકરા પગલા લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.