માનવ સેવા એજ પ્રભુ સેવાને સાર્થક કરતુ પંચનાથ ટ્રસ્ટ: જરૂરિયાતમંદોની વ્હારે

59

લોકડાઉનના કપરા સમયે ઘેરઘેર પહોંચાડે છે રોજિંદા જીવનની વસ્તુઓ: દિલેર દાતાઓનાં આર્થિક સહયોગથી રાશન અને શાકભાજી કિટનું અવિરત વિતરણ

રંગીલુ રાજકોટ કોઈપણ પરિસ્થિતિને પહોચી વળવા સક્ષમ છે. અહીના દાતાઓની દિલેરી પર અનેરી છે. પ્રવર્તમાન સમયમાં લોકડાઉનના પગલે લોકો ઘરમાં જ રહેવા બંધાયેલા હોય રાજકોટ શહેરનાં શ્રમિકો અને નિરાધાર લોકોની હાલત કફોડી બની છે.ત્યારે આ કપરા સંકટમાં રાજકોટની પંચનાથ ટ્રસ્ટ સ્વૈચ્છિક રીતે મહામારી સામે લડતા જરૂરીયાતમંદોની વ્હાર આવી છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે પંચનાથ ટ્રસ્ટ દ્વારા દેવાંગભાઈ માંકડ અને મયુરભાઈ શાહના નેજા હેઠળ છેલ્લા આઠ -દસ દિવસથી માનવતાનો સેવાયજ્ઞ કાર્યરત છે. જેમાં દરરોજ શહેરનાં અલગ અલગ વિસ્તારો જેવા કે પંચનાથ પ્લોટ, રોકડીયા ભીલવાસ, ખાટકીવાસ સહિતના જરૂરીયાતમંદ વિસ્તારોમાં જઈ શાકભાજી અને રાશન કીટનું વિતરણ થઈ રહ્યું છે. રોજીંદી જીવન જરૂરીયાતની કીટમાં બિસ્કીટથી માંડીને નાની મોટી તમામ ચીજો ઉપલબ્ધ કરાવે છે. આ સત્કાર્યમાં પંચનાથ ટ્રસ્ટના સારથી દેવાંગભાઈ માંકડ, ટ્રસ્ટીઓ વસંતભાઈ જસાણી, મયુરભાઈ શાહ, મનુભાઈ ગોહેલ સહિત અનેક કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. સાથોસાથ જીતુભાઈ ગાંધી, જીતુભાઈ ચંદારાણા, નિતિનભાઈ કામદાર, દિનેશભાઈ પારેખ સહિતના દાતાઓનો આર્થિક સહયોગ પણ અવિરત મળી રહ્યો છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે હોમડીલીવરીના ૪૮૨૯માંથી ૧૬૩૫ કોલ પંચનાથ મહાદેવ ટ્રસ્ટે પૂરી કરી મહામારીના કપરા સમયે રાજકોટ મહાનગરપાલીકાને પૂર્ણ સહકાર આપ્યો છે.

Loading...