‘પાન અરોમા’: સૌરાષ્ટ્રમાં પ્રથમ તમાકુ રહિત ફેમિલી પાન કાફેનો યાજ્ઞિક રોડ પર શુભારંભ

આઈસ્ક્રીમ પાન, ચોકલેટ બોમ્બ પાન, ટકીલા પાન, બુલેટ પાન, કપલ પાન, દેરાણી-જેઠાણી પાન સહિત ૧૦૦થી વધુ પ્રકારની વેરાયટી ઉપલબ્ધ

આજરોજ યાજ્ઞિક રોડ પર રવિ પ્રકાશનની સામે, પરફેકટ પોઈન્ટ, દુકાન નં.૬માં પાન અરોમા ફેમિલી પાન કાફેનો પ્રારંભ થયો છે. આ રાજકોટનું પ્રથમ તમ્બાકુરહિત ફેમિલી પાન કાફે છે. પાન અરોમા સેન્ટરની વિગતવાર માહિતી આપવા પત્રકાર પરીષદ યોજાઈ હતી.

જેમાં પાન અરોમાના માલિક અજીતભાઈ બોરીચાએ જણાવ્યું હતું કે, તમ્બાકુ રહિત પાન સેન્ટર ખોલવાનો નિર્ણય ૨ વર્ષ પહેલા લઈ લીધો હતો. ત્યારબાદ આ અંગે વિચારણા કરી આજરોજ અમોએ સીગારેટ, તમાકુ, માવો રહિત પાન સેન્ટરનો શુભારંભ કર્યો છે. અમારા મીઠા પાન સેન્ટરમાં ૮૦થી વધુ ફલેવરના પાન ઉપલબ્ધ છે. વિવિધ પાનના ફલેવર જેવા કે આઈસ્ક્રીમ પાન, ચોકલેટ બોમ્બ પાન, ટકીલા પાન, બુલેટ પાન, કપલ ખાન, ચોકલેટ ડ્રાયફ્રુટ પાન, દેરાણી-જેઠાણી પાન સહિતની અનેક વેરાયટીઓ ઉપલબ્ધ છે.

આ ઉપરાંત આ પાનની વિશેષતા એ છે કે દરેક પાનમાં કોઈ કેમિકલવાળી વસ્તુનો ઉપયોગ કરાયો નથી. તમામ હાઈજેનીક વસ્તુઓનો જ ઉપયોગ કરાયો છે. આ ઉપરાંત બાળકો તેમજ મહિલાઓને ફેવરીટ એવા પાનની વેરાયટી પણ ઉપલબ્ધ છે. એટલે કે નાનામાં નાના વ્યકિતને પરવડે તે પ્રકારના ભાવમાં પાનની વિવિધ વેરાયટી ઉપલબ્ધ છે. રૂા.૧૫ થી શરૂ થઈ રૂા.૧૧૦ સુધીના વિવિધ પ્રકારના વિવિધ ફલેવરના પાનની આ સેન્ટરમાં લોકો મજા માણી શકશે. અજીતભાઈએ પાન સેન્ટરની વધુ એક સરાહનીય કામગીરી અંગે જણાવ્યું હતું કે, પાન સેન્ટરમાંથી જે નફો થશે તેમાંથી જરૂરીયાતમંદ લોકોને દાન આપવા માટે પણ વપરાશે. અજીતભાઈએ વધુમાં કહ્યું હતું કે, અમે એક સ્કીમ પણ રાખેલી છે. કોઈપણ ફેમિલી અમારી પાસેથી રૂા.૧૦૦૦નું કાર્ડ એક વર્ષ માટે ખરીદશે તેઓને આખુ વર્ષ બિલ ઉપર ૩૦ ટકા ડિસ્કાઉન્ટ મળશે ત્યારે એકદમ નેચરલ વસ્તુઓમાંથી બનેલા વિવિધ વેરાયટીના પાનની મજા માણવા દરેક શહેરીજનોને અનુરોધ કરાયો છે.

Loading...