Abtak Media Google News

જેતપુરના તમામ વોકળા ખાલી કાગળ પર સાફ થયા, વોકળા ભરાવાને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી પાણી

જેતપુર શહેરમાં પાલિકા દ્વારા વોકળા સાફ કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ હતો પણ એ કોન્ટ્રક્ટર દ્વારા ખાલી આ વોકળા કાગળ પર જ સાફ કરી નાખ્યા હોઈ તેવું લાગી રહ્યું છે

શહેરમાં અમુક વિસ્તરોમાં ખાલી થોડા ટ્રેકટર કાદવ કાઢી સંતોષ માની લાઇ અને બાકીના કામનો હોસાબ કાગળ પર બતાવી બિલ રોકડું કરી લીધું હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં નિચાણ વાળા વિસ્તાર ઉપરાંત સારા પોસ વિસ્તારમાં વોકળા સાફ થયા નથી જેને કારણે આ વોકળાનું વરસાદી પાણી ઉભરાઈ ને લોકોના ઘરો માં ઘુસી ગયું છે અને લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે   શહેરમાં હાલ દેસાઈ વાડી,ખોડપરા, ટાકૂડી પરા,પાંચ પીપળા રોડ,જૂનાગઢ રોડ,ધોરાજી રોડ,અમરનાગર રોડ વિસ્તારો માં જો તંત્ર ડોકું કરે તો હાલ અત્યારે પણ આ વોકળા ઉપર સુધી છલકાયેલ હાલત માં જોવા મળી રહ્યા છે  શહેરમાં પાણી ભરાવાની સમસ્યાને કારણે ગંદકી ઉભરાઈ આવી છે જેને કારણે મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે ઠેક ઠેકાણે પાણીના ખાબોચયા માં મચ્છરો જોવા મળી રહ્યા છે અને હોસ્પિટલ માં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.