બોટાદમાં મારા મારીમાં ઘવાયેલા યુવાનનું મોત: બનાવ હત્યામાં પલ્ટાયા

206

ખુન કા બદલા ખુન: કૌટુંબિક ભાઇની હત્યાનો ત્રણ શખ્સો એ બદલો લીધો

બોટાદમાં ચાર દિવસ પહેલા ત્રણ શખ્સોએ યુવાનનો માથામાં બેટનો ધા મારી ખુની હુમલો કર્યાના બનાવમાં ઇજાગ્રસ્ત યુવાને અમદાવાદની હોસ્પિટલના બીછાને દમ તોડી દેતા બનાવ હત્યામાં પલ્ટાયો છે.

આ અંગેની માહીતી મુજબ બોટાદમાં ખોજા સમાજની વાડી પાસે રહેતા સુનીલ બુધાભાઇ બથવાર (ઉ.વ.રર) નામના યુવાને ચાર દિવસ પહેલા તેના કૌટુબિકભાઇ લાલજી ગોવિંદભાઇ બથવાર સામે સરકારી હાઇસ્કુલના ગ્રાઉન્ડ પાસે હતા ત્યારે બોટાદના સાળંગપુર રોડ પર રહેતા હિતુ મકવાણા, દિપક ઉર્ફે દીલુ છતાં મકવાણા, પ્રદીપ ઉર્ફે પડો શંકર ચૌહાણ સહીતના ત્રણ શખ્સોએ અગાઉ લાલજીભાઇના પિતા ગોવિંદભાઇએ પિન્ટુ મકવાણાની હત્યા કરી હોય  જે બાબતનો ખાર રાખી લાલજી ઉપર બેટ વડે જીવલેણ હુમલો કરી નાસી જતા લાલજીને ગંભીર હાઇતમાં પ્રથમ બોટાદ બાદ વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યો હતો.

બનાવની ફરીયાદ બોટા પોલીસમાં નોંધાતા પોલીસે ત્રણેય શખ્સોને સંકજામાં લઇ વધુ તપાી હાથ ધરી હતી.

તે દરમ્યાન ગઇકાલે લાલજીભાઇનું સારવાર દરમ્યાન હોસ્પિટલના બીછાને મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો પીએસઆઇ ડી.વી.ડાંગર અને રાઇટર રાજુભાઇએ વધુ તપાસ હાથ ધરી હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો.

આ બનાવમાં બોટાદમાં ખુક કા બદલા ખુન જેવી ધટના સર્જાતા બોટાદ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Loading...