Abtak Media Google News

‘પલટન’ ફિલ્મ સિક્કિમ સીમા પર નાથુલા બોર્ડરને ચીનની ચુંગલ થી છોડવાની કહાની બતાવી રહી છે.

New Poster Paltan Gets New Release Date 0001ફરી એક વાર તમે શાનદાર વૉર ફિલ્મ જોવા માટે તૈયાર થઈ જાવ. જી હા… ફિલ્મ ‘પલટન’નું શાનદાર ટ્રેલર થયું રીલીઝ. આ કહાની જેપી દાત્તાની પહેલાની ફિલ્મો ‘બોર્ડર’ અને ‘એલઓસી’ થી અલગ યુદ્ધ ની કહાની છે. જેમાં ભારતીય સેનાએ કોઇપણ સૂચના વગર આ લડાઈને જીતી હતી.

આ  ફિલ્મની કહાની ત્યારના સામયની છે જ્યારે 1962માં ચીને ભારતને યુદ્ધમાં હરાવ્યું હતું. અને ફરી એક વાર ભારતીય સેનાને કમજોર સમજીને દબાવવાની કોશિસ કરી હતી. અને એના બદલામાં ભારતીય સેનાએ  ચીનને  આપ્યો હતો કરારો જવાબ.

આ ફિલ્મના ટ્રેલરને જોયા પછી તમને ફિલ્મ પ્રત્યે લગાવ ઘણો વધી જશે.  આ ફિલ્મમાં જૈકી  શ્રોફ, અર્જુન રામપાલ, સિદ્ધાંત કપૂર, સોનૂ સૂદ, હર્ષવર્ધન રાણેઅને ગુરમીત ચૌધરી જેવા મહાન કલાકારો જોવા મળશે. જેપી દત્તાની આ શાનદાર ફિલ્મ ‘પલટન’ 7 સપ્ટેમ્બરના રોજ રીલીઝ થશે. આ ફિલ એજ તારીખે રીલીઝ કરવામાં આવી રહી છે જ્યારે 50 વર્ષ પહેલા 11 સપ્ટેમ્બરે સિક્કિમ સરહદ પર ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું હતું.

જુઓ ફિલ્મ ‘પલટન’નું ટ્રેલર…

https://www.youtube.com/watch?v=4qspiginsaU

તમને જણાવી દઈએ કે ડાયરેક્ટર જેપી દત્તા વૉર ફિલ્મ બનાવવામાં એક્સપર્ટ છે. જો કે આ ફિલ્મ જોઈને તમને એનો અંદાજો આવીજ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.