Abtak Media Google News

બે-બે વખત બ્યુટી વિથ બ્રેઇન,સિંગાપોરમાં મિસીસ એશિયા પેસેફિક,મિસીસ ઇન્ટેલચ્યુઅલ બ્યુટી પિજેન્ટમાં પોતાનું આગવું પ્રદર્શન કરનાર પલક રવેશીય સામાજિક કાર્યોમાં પણ એક્ટિવ

અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી તેવી જ રીતે સતત મહેનત અને અર્થાગ પરિશ્રમ રંગ લાવે જ છે તેવું મુળ ગોંડલની સેન્ટમેરી સ્કુલમાં અભ્યાસ કરેલ પલક રવેશીયાએ સાબિત કરી બતાવ્યું છે. એમબીએની ડિગ્રી મેળવનાર પલક ગુજરાતમાંથી સૌપ્રથમ મહિલા છે.

જે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય લેવલ મીસીસ યુનિવર્સ તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે. બે વખત બ્યુટી વીથ બ્રેઈન કોન્ટેસ્ટમાં ક્રાઉન હાંસલ કરનાર પલક પોતાની નોકરી ઉપરાંત મુંબઈમાં પાંચ એનજીઓ સાથે જોડાયેલ છે જેમાં તેમણે ૩૦થી વધુ જરૂરીયાતમંદ બાળકોની તકેદારી લેવાનો નિર્ણય લીધો છે.

૨૦૧૭માં મીસીસ ઈન્ટેલેકચ્યુઅલ, ૨૦૧૭માં મીસીસ એશિયાપેસેફિક અને બે વખત બ્યુટી ક્રાઉન મેળવનાર પલકે આઈવા નેશનલમાં સેક્ધડ રનરઅપ તરીકે સ્પર્ધા આપી હતી. ૨૯મી માર્ચે મુંબઈ ખાતે એવોર્ડ સાવિત્રીબાઈ ફાલ્કે અને મહાનગર અચિવલ ગ્લોબલ એવોર્ડ બાદ મિસીસ યુનિવર્સ એવોર્ડ થનાર છે.

જેમાં સાવિત્રી ફાલ્કે માટે પણ તેનું નોમીનેશન થયું છે. ગોંડલની પલકે રાજકોટથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી જે હાલ મુંબઈની સૌથી લીડીંગ જાહેર ખબર કંપનીમાં ક્રિએટીવ વિભાગમાં ફરજ બજાવી રહેલ છે. પોતાની કારકિર્દી સાથે આ પ્રકારની સ્પર્ધામાં ભાગ લેનારી તે પ્રથમ ગુજરાતી મહિલા છે જે પ્રથમ વખત નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલના એવોર્ડમાં આટલા બ્યુટી પીજન્ટ પોતાના નામે કરી ચુકેલ છે.Dsc 8721

કાર્યક્રમની સમગ્ર વિગત અને માહિતી આપવા માટે પલકે ‘અબતક’ની મુલાકાતે જણાવ્યું હતું કે, તેઓ ૫ એનજીઓ સાથે જોડાયેલ છે. તેઓ કુપોષીત બાળકોને સ્વસ્થ બનાવવા માટે વિવિધ પ્રકારની સ્ટોરી ટેલીંગ, ફિઝીકલ એકટીવીટી, ફન એકટીવીટી, શારીરિક તેમજ માનસિક વિકાસને લગતી એકટીવીટીઝ કરે છે. તેઓ આર્ટ અને કલ્ચરલ ક્ષેત્રે પણ જોડાયેલ છે.

પોતાના શેડયુલ અને બ્યુટી કોન્ટેસ્ટ અંગે તેમને કહ્યું હતું કે, જીવનમાં આગળ વધવા માટે સતત મહેનત કરવી પડતી હોય છે. માણસમાં સૌથી અગત્યની બાબત તેની નિર્ણય શકિત છે. પોતે પરણ્યા પછી પણ તેમની તમામ જવાબદારી સંભાળવાની સાથે એનજીઓમાં સેવા આપી રહ્યા છે. નીડર, આત્મવિશ્વાસી અને કર્મનિષ્ઠા સ્વભાવમાં ઉભરતી આવે તેવા પલક રવેશીયા આંતરરાષ્ટ્રીય ફલક પર પોતાનું ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે તે ભારતભરના લોકો માટે ગૌરવની વાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.