Abtak Media Google News

સ્પોટર્સમાં ગુજરાત સ્પોટર્સ ઓથોરીટી દ્વારા સ્પર્ધામાં પસંદગી પામી બેવડી સિઘ્ધ મેળવવા બદલ અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી

રાજકોટની ધાની તેજસભાઇ પાટલીયાએ વિશ્ર્વ કક્ષાની સાયન્સ ઓલીમ્પીયાડ ફાઉન્ડેશનમાં સીલ્વર મેડી પ્રાપ્ત કર્યો છે. સાથે જ ગુજરાત સ્પોર્ટસ ઓથોરીટી દ્વારા આયોજીત સ્પર્ધામાં પસંદગી પામી બેવડી સિઘ્ધિ પ્રાપ્ત કરી છે. આ સિઘ્ધી બદલ ધાનીના પિતા ડો. તેજસ પાટલીયા અને માતા જાણીતા સી.એ. બિન્નીબેન અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા રાજુભાઇ ધ્રુવ, આરોગ્ય સમીતીના ચેરમેન મનીષભાઇ રાડીયા અને જયેશભાઇ સંઘાણીએ અભિનંદજન પાઠવ્યા હતા.

નિર્મલા કોન્વેન્ટ સ્કુલમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી ધાનીએ સાયન્સ ઓલીમ્પીયાડ ફાઉન્ડેશન દ્વારા લેવાયેલ ઇન્ટરનેશનલ ઇગ્લીશ ઓલીમ્પીયાડમાં શાળા કક્ષાએ ૦ર ક્રમાંક શહેર કક્ષાએ ૧૩મો, ઝોનકક્ષાએ રપર અને વૈશ્ર્વિક સ્તરે ૬૩૦ ક્રમાંક કરી રાજકોટને વૈશ્ર્વિક નકશા પર ગૌરવપૂર્ણ સ્થાન અપાવ્યું છે.

સાયન્સ ઓલીમ્પીયાડ ફાઉન્ડેશન છેલ્લા ર૦ વષોથી વિજ્ઞાન, ગણિત, કોમ્પ્યુટર શિક્ષણ અંગ્રેજી, સામાન્ય જ્ઞાન અને વ્યવસાયિક  અભ્યાસક્રમો પ્રત્યે વિઘાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને કૌશલ્ય વિકસાવવા કાર્યરત છે.

ધાનીએ સીલ્વર મેડલ પ્રાપ્ત કરી નાની ઉમરે વૈશ્ર્વિક સ્તરે ઉચી ઉડાન ભરી છે.

અભ્યાસમાત્રમાં જ નહી તો સ્પોટર્સમાં પણ ધાનીએ નવા જ સીમાચિન્હો અંકિત કાર્ય છે. ધાનીએ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સ્પોટર્સ  ઓથોરીટી અંતર્ગત ઉંચી કુદ, લાંબી કુદ, મેડીસીન થ્રોલ બોલ, ૩૦ મીટર સ્પ્રીન્ટ, ૮૦૦ મીટર રેસ વગેરે સ્પર્ધાઓમાં તમામ માપદંડોમાં ઉતીર્ણ થઇ સમગ્ર ગુજરાતમાંથી પસંદગી પામી જીલ્લા સ્તરની સ્પોટસ શાળામાં પ્રવેશની લાયકાત પ્રાપ્ત કરી છે.

મોરના ઇંડા ચીતરવા ન પડે એ કહેવત ચરિતાર્થ કરતાં ધાની પોત-પોતાના ક્ષેત્રમાં તજજ્ઞ માતા-પિતાનું હોનહાર સંતાન છે. ધાનીના પિતા ડો. તેજસ પાટલીયાએ કોમ્પ્યુટર એન્જીનીયરીંગમાં પી.એચ.ડી. નીપદવી પ્રાપ્ત કરી છે અને હાલમાં વીવીપી ઇજનેરી કોલેજના કોમ્પ્યુટર વિભાગમાં વિભાગીય વડા તરીકે કાર્યરત છે.

ધાનીના માતા બીન્ની તેજસભાઇ પાટલીયા પણ જાણીતા પણ જાણીતા ચાર્ટડ એકાઉન્ટ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.