Abtak Media Google News

૩૦૦થી વધુ વિદ્યાર્થીઓએ હલ્લાબોલ મચાવ્યો: આગામી દિવસોમાં સમયસર બસ નહી મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ

ભાવનગર જીલ્લા ના પાલીતાણા તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર ના વિધાર્થીઓ ને સમયસર બસ ના મળતા પાલીતાણા એસ ટી ડેપો ખાતે મોટી સંખ્યામાં વિધાર્થીઓ મચાવ્યો હોબાળો છેલ્લા ઘણા સમય થી એસ ટી બસ અનિયમિત હોવા થી પાલીતાણા તાલુકા ના ૨૦ થી વધુ ગામો ના વિધાર્થીઓ ના ભણતર પર પડી રહી છે અસર જેને કારણે આજે વિધાર્થીઓ દ્વારા હલ્લાબોલ કરી એસ ટી બસ સ્ટેન્ડ ઘેરાવ કરી વિરોધ કર્યો હતો જો કે એસ ટી ડેપો મેનેજર ખાતરી આપતા વિરોધ સમેટાયો હતો

ભાવનગર ના પાલીતાણા તાલુકા ના આશરે ૩૦૦ થી વધુ વિધાર્થીઓ એ એસ ટી બસ સ્ટેન્ડ માં હલ્લા બોલ કરી વિરોધ નોધાવ્યો હતો એબીવીપી ના કાર્યકરો અને વિધાર્થીઓ ની માંગ છે કે છેલ્લા ઘણા સમય થી એસ ટી બસ સમયસર નહિ આવતા પાલીતાણા પંથક ના આશરે ૩૦૦ થી વધુ વિધાર્થીઓ ને તેના ભણતરમાં પડી રહી છે તકલીફ છેલ્લા ઘણા સમય થી વિધાર્થીઓ દ્વારા લેખિત અને મોખિક એસ ટી તંત્ર રજૂઆત કરવા છતાં સમયસર બસ ન મળતા પાલીતાણા તાલુકા ના વિધાર્થીઓ રોષે ભરાયા હતા અને પાલીતાણા બસ સ્ટેન્ડ ને બાન માં લીધું હતું જો કે બાદમાં એસ ટી ના ડેપો મેનેજર દ્વારા સમય બસ મુકવામાં આવશે તેવી ખાતરી આપતા વિધાર્થીઓ ઠંડા પડ્યા હતા વિરોધ પર પૂર્ણ વિરામ આપવામાં આવ્યો હતો સાથે વિધાર્થીઓ એ ચીમકી પણ આપી છે કે જો આગામી સમય માં જો બસ સમયસર નહિ મળે તો ઉગ્ર આદોલન પણ કરવામાં આવશે તેમ જાણાવેલ

પાલીતાણા એબીવીપી અને વિધાર્થીઓ દ્વારા છેલ્લા ઘણા સમય થી અનિયમિત એસ ટી બસ હોવા ના કારણે પાલીતાણા અને આસપાસ ના ગ્રામ્ય વિસ્તાર ના વિધાર્થીઓ હેરાનપરેશાન થઇ ચુક્યા હતા જે ને લઇ આજે પાલીતાણા એસ ટી બસ સ્ટેન્ડ ખાતે વિધાર્થીઓ તેમજ એબીવીપી ના કાર્યકરો એ એસ ટી બસ મુદ્દે હોબાળો મચાવ્યો હતો પાલીતાણા માં આવેલ સ્કુલ કોલેજ પાસે પીકીપ બસ સ્ટેન્ડ અને સમયસર એસ ટી બસ મળે તે માટે છેલ્લા ઘણા સમય થી રજૂઆત કરવા છતાં પણ વિધાર્થીઓ ને એસ ટી બસ નિયમિત ના મળતા હલ્લા બોલ કર્યો હતો જો કે  એસ ટી તંત્ર ના ડેપો મેનેજર દ્વારા વિધાર્થીઓ ની માંગ સંતોષાતા વિધાર્થો પોતાનું આંદોલન સમેટ્યું હતું સાથે વિધાર્થીઓ એ ચીમકી પણ આપી હતી કે આગામી સમય જો એસ ટી બસ સમયસર નહી મળે અને પાલીતાણા માં આવેલ સ્કુલ અને કોલેજ પર પીકીપ સ્ટેન્ડ નહી થાય તો આગામી દિવસો માં ઉગ્ર આદોલન કરવા ની ચમકી પણ આપી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.