Abtak Media Google News

૯૫ આગેવાનોની ઉપસ્થિત: સામાજીક સમરસતાના પ્રાંત પ્રચારક મહિપાલસિંહ ઠાકુરે આપ્યું દોઢ કલાક વકતવ્ય

સામાજિક પ્રાંત પ્રચારક શ્રી મહિપાલસિંહ ઠાકુરનુ “એક સમાજ એક રાષ્ટ્ર અંગે રાષ્ટ્રીયતા ઉજાગર કરતું વ્યક્તવ્ય પાલીતાણા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નાં નેજા હેઠળ રાષ્ટ્ર હિતનાં કાર્યક્રમોની સાથે સામાજિક સ્તરનાં સેવાકીય તેમજ સમરસતા નાં કાર્યકર્મો પણ તબક્કાવાર યોજી રહ્યા છે. તાજેતરમાં પાલીતાણા શહેરમાં વસ્તા અલગ અલગ સમાજના વાડાઓ ને એક છત્ર હેઠળ લાવી દરેક હિંદુ સમાજ વચ્ચે સામાજિક સદભાવ બની રહે તે અંગે નુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, પાલીતાણા દ્વારા કુલ ૪૩ સમાજમાંથી ૩૩ સમાજ નાં પ્રમુખ સહિત કુલ ૭૫ આગેવાનો અને ૧૦ આમંત્રિત મહેમાનો અને કાર્યકર્તાઓ મળી કુલ ૯૫ આગેવાનો સાથે સામાજિક સદભાવ બેઠકની શરૂઆત  રજપૂત જ્ઞાતિ ની વાડીમાં યોજવામાં આવી હતી.

આ બેઠકની શરૂઆત પાલીતાણા તાલુકા કાર્યવાહ કપિલભાઈ ડોડીયા, મુખ્ય વક્તા મહિપાલસિંહજી તથા રજપૂત સમાજ નાં શહેર પ્રમુખ મિલનભાઈ રાઠોડ દ્વારા ભારતમાતાનાં પુજન તથા સંઘ સ્થાપક ડો. હેડગેવારજી અને ગુરુજી ને ફુલહાર પહેરાવી રાષ્ટ્ર પ્રાર્થનાથી કરવામાં આવી હતી.

આ બેઠકમાં વક્તા તરીકે પધારેલ સામાજિક સમરસતા નાં પ્રાંત પ્રચારક મહિપાલસિંહ ઠાકુરે પોતાના વ્યક્તવ્યમાં હિંદુ રાષ્ટ્રની વિરાસત અને તેની ગૌરવગાથા વિષે દિલચસ્પ ઈતિહાસ જણાવેલ.

Palitana-National-Self-Service-Association-Held-A-Meeting-Of-33-Societies-Under-One-Roof-The-Grand-Reception-Of-The-Meeting
palitana-national-self-service-association-held-a-meeting-of-33-societies-under-one-roof-the-grand-reception-of-the-meeting

વધુમાં જણાવેલ કે વિદેશીઓએ ધર્મ પરિવર્તન માટે સૌપ્રથમ ભારતનાં સૌથી ધનિક સમાજ વણકર સમાજને એટલા માટે પસંદ કર્યા કારણકે ભારત કાપડ વણાટ માટે પ્રસિદ્ધ હતું જે વિદેશોમાં પણ મોકલતું. આ કાપડ વણાટ કરતાં આપણા વણકર કારીગરોને પોતાના કરવા માટે પ્રથમ તેઓને વટલાવવાની શરૂઆત કરેલ અને તેમાં તેઓ ઘણે અંશે સફળ પણ થયાં. વધુમાં તે પણ જણાવેલ કે આ જ કારણથી તેઓ વાલ્મીકિ સમાજમાં વટલાવવાનાં કિસ્સાઓ જોવા મળતાં નથી.

દર મહિને આવી સામાજિક સદભાવ બેઠક પાલીતાણાનાં દરેક સમાજ પોતાના યજમાનમાં બોલાવે અને સમાજ નાં પ્રશ્નોનુ સામુહિક નિરાકરણ એક થઈ કરવામાં આવે. આવી બેઠકો થવાથી દરેક સમાજ એક બીજાની નજીક આવશે અને સમાજ સમાજ વચ્ચે અને સમાજમાં ઉભા થયેલા પ્રશ્નોનુ સમાજનાં આગેવાનો સાથે બેસીને નિરાકરણ લાવશે જેથી ભાઈચારો બનશે અને એકતાં મજબૂત થશે. મહિપાલસિંહજીનું દોઢ કલાકનું વ્યક્તવ્ય સાંભળી સમાજનાં આગેવાનોની પોતાના મનની જ વાત કહેવામા આવી હોય તેવું લાગતાં ઉત્સાહિત થયા હતાં. જેથી પોતાના મનની વાતો પણ બેઠકમાં જાહેર કરી હતી.

આગામી બેઠક બોલાવવા માટે કયો સમાજ સૌજન્યની પહેલ કરશે તે અંગે વક્તાએ ટહેલ નાંખતા ઠાકોર સમાજ, દરબારગઢનાં ભરતભાઈ ઠાકોર દ્વારા આ ટહેલ સ્વીકારી આગામી સામાજિક સદભાવ બેઠક તા. ૨ જુલાઈ ૧૯નાં મંગળવારે યોજવા જાહેરાત કરી દરેક સમાજનાં આગેવાનોને પધારવા આમંત્રણ આપતાં તાળીયોનાં ગડગડાટથી આમંત્રણ સ્વીકારી ઠાકોર સમાજને અભિનંદન પાઠવવામાં આવ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.