Abtak Media Google News

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને વિવાદાસ્પદ નકશો જાહેર કર્યો: ભારત વિરૂધ્ધમાં નાપાક દાવ

પાકિસ્તાને વધુ એક વખત નાપાક હરકત કરી છે. પાકિસ્તાને પોતાના નકશામાં લદ્દાખ, સિયાચિન તેમજ ગુજરાતના જુનાગઢ અને માણાવદર પણ પોતાનો હોવાનો દાવો કરતા ભારતે વિરોધ નોંધાવ્યો છે. નેપાળની જેમ પાકિસ્તાન પણ ભારત વિરુદ્ધ એક નવી ચાલ ચાલ્યુ છે. પાકિસ્તાનની ઈમરાનખાન સરકારે વિવાદાસ્પદ નકશાને મંજૂરી આપી છે. નકશામાં પાકિસ્તાને કાશ્મીરને પોતાનો ભાગ ગણાવ્યો છે. અગાઉ પાકિસ્તાન ફક્ત પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને પોતાનો હિસ્સો દર્શાવતુ હતું, પણ હવે નવા નકશામાં કાશ્મીરનો પણ સમાવેશ કર્યો છે. આ ઉપરાંત નવો વિવાદ ઉભો કરતા પાકિસ્તાને નવા નકશાથી લદ્દાખ, સિયાચિન ઉપરાંત ગુજરાતના જૂનાગઢ અને માણાવદર પર પણ પોતાનો દાવો કર્યો છે.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાતે તેને પાકિસ્તાનના ઈતિહાસમાં સૌથી ઐતિહાસ દિવસ ગણાવ્યો છે. વિવાદિત નકશાને કેબિનેટ તરફથી મંજૂરી મળી છે.વિદેશ પ્રધાન સાથે દેશને સંબોધિત કરતા ઈમરાન ખાને જણાવ્યુ હતું કે કેબિનેટ તરફથી મંજૂરી મળ્યા બાદ આ નકશાનો શાળા તથા કોલેજોમાં પણ ઉપયોગ કરવામાં આવશે.

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદનમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન આવા કૃત્ય કરવા માટે વિશ્વમાં પંકાયેલું છે. નેપાળ બાદ પાકિસ્તાન બીજો પાડોશી દેશ છે જેણે આવું કૃત્ય કર્યું છે. કેન્દ્રની મોદી સરકાર પાડોશી દેશો સાથે સંબંધ સુધારે છે. ચાઇના જમીનમાં અને આ બંને દેશ નકશામાં ઘૂસણખોરી કરે છે. નેપાળ-ચાઈના-પાકિસ્તાન મેપ સાથે ચેડા કરે, ભારતની મોદી સરકાર એપ- એપ રમે છે. ૫૬ ઇંચની છાતીની જાહેરાત નહીં હકીકતમાં કામ કરી બતાવે સરકાર.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.