Abtak Media Google News

કરતારપુર કોરીડોરની આડમાં ભારતને ભીંસમાં મુકવાની નાપાક હરકત

પાકિસ્તાન હવે ધાર્મિક લાગણીના ઓઠા હેઠળ યુનાઈટેડ નેશનની સિક્યુરીટી કાઉન્સીલમાં ભારતને ભીંસમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તાજેતરમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મુહમદ કુરેશીએ યુનાઈટેડ નેશનને સિક્યુરીટી કાઉન્સીલને પત્ર લખી કાશ્મીર મુદ્દે ભારતનો વિરોધ ફરીથી નોંધાવ્યો હતો. બીજી તરફ કરતારપુર કોરીડોરના નામે પોતે સાચુ હોવાના દાવા કરી યુએનમાં ભારતને કાશ્મીર મુદ્દે ભીડવવાનો નાપાક પ્રયાસ કર્યો છે.એક તરફ કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવાના ષડયંત્રો રચવાની સાથે ભારતે કાશ્મીરમાં અરાજકતા ફેલાવી હોવાના આક્ષેપ પાકિસ્તાને કર્યા છે. આ મામલે વૈશ્ર્વિક સમુદાય ભારત ઉપર પગલા લે તેવી ઈચ્છા પણ વ્યકત કરી છે. જો કે પાકિસ્તાનના પડખે આ મુદ્દે કુલ ૩ દેશો રહ્યાં છે. આવા સંજોગોમાં પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે પીછેહટ જણાતા તેણે કરતારપુર કોરીડોર મુદ્દે ભારતને બદનામ કરવાના પ્રયત્નો કર્યા છે. ગત તા.૧૭ ડિસેમ્બરના રોજ ચીને કાશ્મીરના મુદ્દે સિક્યુરીટી કાઉન્સીલની બેઠક બોલાવી હતી. પરંતુ અન્ય દેશોનો સહયોગ ન મળતા આ બેઠક મુલત્વી રાખવાનો નિર્ણય લેવાયો હતો. ફ્રાન્સ, રશિયા સહિતના દેશોએ આ મુદ્દો ભારતનો આંતરીક હોવાનું કહી હા ખંખેર્યા હતા. પાકિસ્તાનના પડખે ફીલીપાઈન્સ ઉભુ રહ્યું હતું.

7537D2F3 24

કાશ્મીરના મુદ્દે સાઉ એશિયામાં અશાંતિ હોવાનું ગાણુ અગાઉ પાકિસ્તાન અનેક વખત ગાઈ ચૂકયું છે. આવા સંજોગોમાં શીખ સમુદાયની ધાર્મિક લાગણી સાથે જોડાયેલો કરતારપુર કોરીડોરનો પ્રશ્ર્ન આગળ ધરી પાકિસ્તાન હવે ભારતને ભીડવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કરતારપુર કોરીડોરનો નિર્ણય શાંતિની અપીલ ગણાવી રહ્યું છે. અને વૈશ્ર્વિક સમુદાય વચ્ચે હવે પોતે સારા નિર્ણય  છે તેવું પ્રસપિત કરવા માંગે છે. બીજી તરફ ભારત એલઓસી પર ફાયરીંગ કરતું હોવાની વાત આગળ ધરી ભારતને બદનામ કરવાની ગંદી ચાલ ખેલી રહ્યું છે. જો કે વૈશ્ર્વિક સમુદાય પાકિસ્તાનને આ વાતમાં સામેલ થવા તૈયાર નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.