Abtak Media Google News

પાકિસ્તાનમાં ભારતના રાજદ્વારીઓના ઉત્પીડનને લઈન વિવાદ યથાવત છેપાકિસ્તાનમાં ભારતીય રાજનાયક અને એમ્બેસીના અધિકારીઓએ શીખ શ્રદ્ધાળુઓને મળવાથી રોકવામાં આવ્યાં હતા. ભારતીય વિદેશ મંત્રાલયે આ અંગે કડક વિરોધ વ્યક્ત કર્યો છે. મંત્રાલયે કહ્યું કે માનક પ્રક્રિયા એ છે કે ભારતીય ઉચ્ચાયોગની કોન્સ્યુલર અને પ્રોટોકોલ ટીમને પાકિસ્તાનમાં જતાં દળની સાથે અટેચ કરવામાં આવે છે. જેથી દળને એમ્બેસી સંબંધી અને પ્રોટોકોલ સંબંધી કામોમાં મદદ કરવામાં આવી શકે. જેમાં મેડિકલ અને ફેમિલી ઈમરજન્સી દરમિયાન મદદ કરવાનું પણ સામેલ હોય છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુંસાર, ભારતીય ટીમ સિખ મુસાફરોને વાઘા રેલવે સ્ટેશન પર 12 એપ્રિલે પહોંચ્યા બાદ પણ મળી શક્યા ન હતાં. 14 એપ્રિલને ભારતીય મુસાફરો સાથે પાકિસ્તાનમાં રહેવા ભારતીય રાજદ્વારીઓ અને દૂતાવાસના અધિકારીઓની મીટિંગ નિર્ધારીત કરવામાં આવી હતી, પરંતુ છેલ્લી ક્ષણોમાં પાકિસ્તાને આસ મીટિંગ થવા દીધી ન હતી.

ભારત તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાને ભારતીય રાજદ્વારીઓ સાથે અત્યંત ખરાબ વ્યવહાર કર્યો છે. આ બાબત રાજદ્વારીઓ સાથે દૂર્વ્યવહારની શ્રેણીમાં આવે છે. પાકિસ્તાને વિયેના કન્વેક્શન 1961નું પણ ઉલ્લંઘન કર્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.