Abtak Media Google News

કચ્છ સરહદે હાઈ એલર્ટ વચ્ચે આજે પાકિસ્તાની ઘૂસણખોર સુરક્ષા એજન્સીઓના હાથે ઝડપાયો છે.કચ્છની ખાવડા બોર્ડર પરથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો છે.બીએસએફના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની શખ્સને ઝડપી પાડ્યો હતો.હાલ બીએસએફ દ્વારા પાકિસ્તાની ઘૂસણખોરની પૂછપરછ શરૂ કરાઈ છે

ફેન્સિંગ વિનાની કચ્છની પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદે બોર્ડર પીલર નંબર 1050ને ક્રોસ કરીને આ નાપાક ઘુસણખોર ભારતમાં ઘુસી આવતાં બોર્ડર સિક્યોરીટી ફોર્સના જવાનોએ તેને પકડી પાડ્યો હતો.કચ્છનાં બોર્ડર સિક્યોરિટી ફોર્સના સેક્ટર હેડક્વાર્ટરનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ, રાતે બારેક વાગ્યાનાં અરસામાં બોર્ડર પીલર નંબર 1050નાં વિસ્તારમાં મુવમેન્ટ જોવા મળતા પેટ્રોલિંગ કરી રહેલા બીએસએફનાં જવાનો હરકતમાં આવી ગયા હતાં અને તેમણે વોચ વધારી દીધી હતી. એક માણસ બોર્ડર ઓળંગી ભારતમાં ઘુસ્યો કે તરત જ તેને ચારેય બાજુથી ઘેરી લઇને પકડી લીધો હતો. પાકિસ્તાની ઘુસણખોરની હાલ સઘન પૂછપરછ ચાલી રહી છે. બંને દેશો વચ્ચે તંગ પરિસ્થિતિ દરમિયાન આ નાપાક શખ્સ કયા ઇરાદે ભારતમાં ઘુસ્યો છે તેની સુરક્ષા એજન્સીઓએ સઘન તપાસ શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.