Abtak Media Google News

છ બોટ પોરબંદરની એક બોટ વેરાવળની

એક તરફ સરહદે ચીન સાથે સીમા વિવાદ અને તંગ સ્થિતિ પ્રવર્તે છે ત્યારે પાકિસ્તાને ફરી પોતાની નાપાક હરકતો શરૂ કરી છે. પાક મરીન સીક્યુરીટીએ આજે વહેલી સવારે ભારતીય સીમામાંથી સાત બોટ સાથે ૩૬ માછીમારોના અપહરણ કર્યા હોવાનું બહાર આવતા માછીમાર સમાજમાં ચિંતાની લાગણી વ્યાપી છે.આજે સવારે ભારતીય જળ સીમા નજીક માછીમારો માછીમારી કરી રહ્યાં હતા ત્યારે પાક.ની મરીન સિક્યુરીટી એજન્સીએ સાત બોટ સાથે ૩૬ માછીમારોના અપહરણ કર્યા હોવાનું જાણવા મળે છે. આ સાત બોટમાં છ બોટ પોરબંદરની છે અને એક બોટલ વેરાવળની હોવાનું બહાર આવ્યું છે. જો કે ક્યાંથી અપહરણ કરાયા ને કઈ કઈ બોટ હતી માછીમારો કોણ હતા ? તે વિગતો હજુ મેળવાઈ રહી છે. આગામી સમયમાં હવે માછીમારીની સીઝન શરૂ થઈ રહી છે તેવા સમયે જ પાકની આ નાપાક હરકતોથી માછીમાર સમાજમાં ચિંતાની લાગણી વ્યાપી છે.

જમ્મુ-કાશ્મીરમાં પાકે ફરી કર્યું ‘યુધ્ધ વિરામ’નું ઉલ્લંઘન

જમ્મુ-કાશ્મીર સરહદે ફરી વખત પાકે યુધ્ધ વિરામનો ભંગ કરી ફાયરીંગ કર્યું હતું. જો કે, ભારતીય જવાનોએ પાકને જડબાતોડ જવાબ સ્વરૂપે સામું ફાયરીંગ કર્યું હતું. પાકે એક તરફ દરમિયાનાં પણ લખણ જળકાવવા શરૂ કર્યા છે. એ સાથે સાથે હવે સરહદે ઉંબાડીયા શરૂ કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.