Abtak Media Google News

બહુચર્ચિતિ ફિલ્મ ”પદ્માવતી” એ બ્લોકબસ્ટર ફિલ્મ ”બાહુબલી” અને ”દંગલ” નો રેકોર્ડ તોડ્યો છે. આ ફિલ્મે રિલીઝ પહેલા આ સિદ્વિ હાંસલ કરી છે. જે અત્યાર સુધી બોલીવૂડની કોઇ પણ ફિલ્મે કર્યું નથી.

ડાયરેક્ટર સંજય લીલા ભણશાળીની આગામી ફિલ્મ ”પદ્માવતી” એ રિલીઝ પહેલા જ આમિર ખાનની દંગલ અને પ્રભાસની ”બાહુબલી” ફિલ્મને પાછળ મૂકી છે. ”પદ્માવતી” ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ થનાર છે ત્યારે વોયકમ મોશન પિકચરના ચીફ ઓપરેટિંગ ઓફિસર અજીત આંધ્રે કહ્યું કે, પેરામાઉન્ટ અને વોયકમમાં લાંબા સમયથી એક વિશ્વાસવાળો સંબંધ યથાવત છે. ઉલ્લેખનીય છેકે, આ ફિલ્મ 150 દેશોના 4500 સ્ક્રિન પર લાગશે. ફિલ્મમાં 180 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. બોક્સ ઓફિસ પર ધમાલ કર્યા બાદ આ ફિલ્મ ચીનમાં પણ રિલીઝ કરવાની યોજના છે. ચીનમાં ફિલ્મને રિલીઝ કરવાનો નિર્ણય આમિર ખાનની ફિલ્મ દંગલની સફળતાને જોયા બાદ લેવામાં આવ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.