Abtak Media Google News

ગાદીપતિ પૂ.ગુરૂદેવ ગિરીશમૂનિ મ.સા સંપ્રેરિત તેમની તૃતીય વાર્ષિક પૂણ્યતિથિ નિમિતે ગુજરાતરત્ન પૂ.ગુરૂદેવ સુશાંતમૂનિ અને રાષ્ટ્રસંત પૂ. ગુરૂદેવ નમ્રમૂનિ મા.સા.ની શુભ નિશ્રામાં જૈન પ્રોગ્રેસિવ ગ્રુપ શેઠ ઉપાશ્રય દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ લાઈફ બ્લડ સેન્ટરના સહયોગ દ્વારા તૃતીય રકતદાન કેમ્પનું આયોજન શેઠ ઉપાશ્રયે કરવામાં આવ્યુંં હતુ.

૨૧૩ યુનિટ રકત કલેકશન સાથે આ મહા કેમ્પ ભવ્ય રીતે સફળ થયો હતો. જેમાં જૈન પ્રોગ્રેસીવ ગ્રુપ શેઠ ઉપાશ્રયના સર્વે ચંદ્રકાંતભાઈ શેઠ, દિનેશભાઈ ટીંબડીયા, ગિરીશભાઈ ભીમાણી, વિજયભાઈ આશરા, હિતેનભાઈ કામદાર, જગદીશભાઈ ગોસલીયા જતિન કોઠારી, નીતિનભાઈ દોશી, હેમલભાઈ મહેતા, હસૂભાઈ શાહ, પ્રતિક મોદી, પ્રતિક શાહ, પ્રફુલભાઈ ઘાટલીયા, જગદીશભાઈ શેઠ, કેતન કોઠારી, રમેશભાઈ શેઠ, ભરતભાઈ કોઠારી, ભાવિન ઉદાણી, ચેતન વખરીયા, પ્રકાશભાઈ એ ભારે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.