Abtak Media Google News

૨૦૦ જેટલા ઔતિહાસિક સ્થળોની શોધ કરનાર પી.પી. પંડયાને સ્વામિનારાયણ ગુરૂકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ દ્વારા એવોર્ડ જાહેર

ગુજરાત રાજયના પનોતા પુત્ર એવા પુરાતત્વદિ પી.પી.પંડયા કે જેઓ રાષ્ટ્રના પુરાતત્વીય ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે. તેમના અમૂલ્ય સંશોધનોથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં મહાન પુરાતત્વિદ પી.પી. પંડયાને મરણોતર ‘પુરાતત્વ મહારત્ન’ એવોર્ડ એનાયત થયો છે. આધ્યાત્મીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર અને આંતર રાષ્ટ્રીય  કક્ષાએ નોંધનીય સ્થાન ધરાવનાર સ્વામિનારાયણ ગુરૂકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એસજીવીપી અમદાવાદ દ્વારા આ એવોર્ડ આપવાનું જાહેર કરવામાં આવ્યું છે.

પી.પી. પંડયાને આ વર્ષે જન્મશતાબ્દી વર્ષ નીમિતે તેમની સંશોધન અને પુરાતત્વ ક્ષેત્રે અમુલ્ય યોગદાન ની કદર કરતા એસજીવીપી દ્વારા આ એવોર્ડ એનાયત કરાયો છે.

પુરાતત્વવિદ પી.પી. પંડયાએ દર વર્ષના ટુંકા સમયગાળામાં ૨૦૦૦ કિલોમીટરનો સંશોધનાત્મક પગપાળા પ્રવાસ કર્યો હતો અને પ્રણૈતિહાસિક, આધ્યઔતિહસેક તેમજ ઐતિહાસિક સમયના ૨૦૦ જેટલા સ્થળ શોધી કાઢયા હતા. તે સમયે પાસ્ચાત્ય વિદ્યાનોએ સૌરાષ્ટને પુરાતત્વની દ્રષ્ટિએ બંધીયાર પ્રદેશ જાહેર કર્યો હતો. એટલે કે સૌરાષ્ટ્ર પ્રદેશને પ્રાચીન સંસ્કૃતિ વગરનો પ્રદેશ ગણાવ્યો હતો જેને પી.પી. પંડયાએ ખોટો મત સાબિત કરી મધ્યકાલીન પાષાણયુગના પાંચ સ્થળો શોધી કાઢયા હતા અને આદિમાનવની હયાતિ પણ સિધ્ધ કરી બતાવી હતી.

પી.પી. પંડયાએ લધુપાષણ ઓજારો બનાવતા ૨૦ સ્થળો, હડપ્યિયન સંસ્કૃતિના ૬૫ ટીંબાઓ તેમજ પંદરસો વર્ષ જૂની ૧૧૦ વસાહતો શોધી કાઢી હતી. આ ઉ૫રાંત, પ્રભાસ પાટણ ક્ષેત્રમાં ઉત્પન્ન કાર્ય કરી ઇ.સ. પૂર્વ ૧૨૦૦થી ઇ.સ. છઠ્ઠી સદી સુધીના ૧૮૦૦ વર્ષની સળંગ કડીઓ શોધી આદ્ય ઔતિહાસિક કાળથી ગુપ્તકાળ સુધીનો સાંસ્કૃતિ ઇતિહાસ રજુ કર્યો હતો.

રાજકોટ જિલ્લાના રોજડી ખાતે ઉત્ખન્ન કરી હડપ્પા સમયનું ૪૫૦૦ વર્ષ પ્રાચીન કિલ્લેબંધ નગર શોધ્યુ ખંભાલીડા ખાતે આવેલા સુપ્રસિધ્ધ ૧૮૦૦ વર્ષ પ્રાચીન બૌધ્ધગુફા શોધી જે શિલ્પો ધરાવતી ગુજરાતમાં એક માત્ર બૌધ્ધગુફા છે. આ ઉપરાંત કચ્છ- સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત શિલ્પ સ્થાપત્યનો અભ્યાસ કરી ગુજરાત શૈલીના મંદિરોના ઉદભવ અને ઉત્ક્રાંતિ અંગેનો ગહન અભ્યાસ કરી પુસ્તક પ્રકાશન કર્યુ હતું.  પુરાતત્વ કાર્ય માટે થઇ તેમણે ભારત સરકારના પુરાતત્વ વિભાગમાં આ.સી. સુપ્રીન્ટેડન્ટની ઉચ્ચ હોદ્દાનો અ સ્વિકાર કરી દીધો હતો.

પુરાતત્વવિદ પી.પી. પંડયા ઉપર બે પુસ્તકો પ્રકાશીત થયેલ છે. એક મધ્યાહને સૂર્યાસ્ત એક પુરાતત્વવિદની જીવનયાત્રા અને બીજુ પુરાતત્વમાં સૌરાષ્ટ્ર પી.પી. પંડયાની સંશોધન યાત્રા જેને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્ર્વવિદ્યા પ્રતિષ્ઠાનમ અમદાવાદ દ્વારા પ્રસિધ્ધ પુરાતત્વવિદ પી.પી.પંડયાને ‘પુરાતત્વ મહારત્ન’ એવોર્ડ જાહેર કર્યો તેને જયાબહેન ફાઉન્ડેશન અને પંડયા પીયુષભાઇ પંડયા, મનીષભાઇ પંડયા, સહિતના અગ્રણીઓએ આવકારી એસજીવીપીનો આભાર વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.