Abtak Media Google News

મુમુક્ષ ઉપાસનાબેન શેઠ અને મુમુક્ષ આરાધનાબેન ડેલીવાળા પ્રભુ મહાવીરને કઠિનતપ ત્યાગ માર્ગ સ્વીકારવા તત્પર

મૂળ પાટણવાવ નિવાસી શ્રેષ્ઠીવયે કાંતિભાઈ લાધાભાઈ શેઠ કે જેઓ રાજકોટ શ્રી મહાવીર નગર સ.જૈન સંઘમાં વર્ષોથી નિષ્કામ ભાવે પ્રમુખ તરીકે સેવા પ્રદાન કરી રહ્યાં છે. તેમના પુત્રો વિરેનભાઈ અને સંજયભાઈ પણ ચતુર્વિધ સંઘની સેવા – વૈયાવચ્ચ સો જીવદયા અને માનવતાના સદ્દકાર્યોમાં સદા અગ્રેસર હોય છે.એટલું જ નહીં પરંતુ પુત્રવધુઓ અ.સૌ.જયોતિકાબેન અને અ.સૌ.હેતલબેન પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ના દરેક મીશન સાથે સંકળાયેલા છે. ધમોનુરાગી કાંતિભાઈ શેઠનો પૂરો પરિવાર પૂ.ગુરુદેવને ડિવોટેડ છે.

નાની બાલિકાને માત્ર છ વર્ષની વયે માતા હેતલબેન અને પિતા સંજયભાઈ, પૂ.ગુરૂદેવ નમ્રમુનિ મ.સા.ના દર્શન કરવા લઈ આવ્યા હિરાને જેમ ઝવેરી પારખે તેમ પૂ.ગુરૂદેવે નાની બાલિકાને જોઈને સંકેત આપી દીધેલા કે આ બાલિકા ભવિષ્યમાં મહાવીરના મેનેજમેન્ટમાં માસ્ટર બનશે. શેઠ પરિવારમાં ધોમ ધોમ સુખ સાહેબી વચ્ચે બાળકીનો ઉછેર થયો.

ગર્ભ શ્રીમંત પરિવારની લાડકવાયી ઉપાસનાબેને છ વષેથી પૂ.ગુરુદેવ સાથે સાધક તરીકે જોડાઈ ગઈ અને અનેક સાધક તેમજ સંયમી આત્માઓને ઉપાસનાબેન સહયોગી બન્યાં છે. ગત પવોધિરાજ પર્યુષણ પવેમાં અમેરિકા પ્રવચન આપવા ગયેલ અને શાસનની જબરદસ્ત પ્રભાવના કરેલ.અમેરિકાથી આવી ગુરુ ચરણમાં વંદન કરી પહેલો પ્રશ્નએ પૂછ્યો કે ગુરુદેવ ચાતુર્માસ પૂણે થવાને આરે છે .મારી દીક્ષા કયારે છે ? મારે હવે સાધકમાથી સાધ્વીજી બનવું છે.મેનેજમેન્ટ બહુ કર્યું હવે મહાવીરના માર્ગે પ્રયાણ કરવું છે.મારો જયાં જન્મ થયો એ જ પાવન ભૂમિ ઉપરી પ્રવજ્યા પંથે પ્રયાણ કરવું છે..હે ગુરુદેવ ! દીક્ષાના દાન દઈ મને સંસાર સાગરમાથી બહાર કાઢો…હે ઉપકારી ગુરુ ભગવંત ! ગૌરવવંતા ગોંડલ ગચ્છના ગુરુકૂળમાં મને સામેલ કરો.

ધન્ય છે આવા વિરલ મુમુક્ષુ ઉપાસનાબેન જેવા હળુકર્મથી આત્માઓને કે ૨૪ વષેની ભર યુવાન મહાવીરનો ત્યાગ માગે અંગીકાર કરવા નગની રહ્યાં છે…આગામી ૧૮/૧૦ ના શુભ દિને દીક્ષા આજ્ઞા અપેણ વિધી છે.વંદન અને અભિનંદન છે તેઓના માતા – પિતા તેમજ સમગ્ર શેઠ પરિવારને….

મુમુક્ષુ આરાધનાબેનમનોજભાઈ ડેલીવાળા ગુજરાત જ જ ઈ બોડેમાં છઠ્ઠો ક્રમાંક મેળવી ૯૯.૯૪ પીઆર સાથે ઉતીણે થઈ આરાધના મનોજભાઈ ડેલીવાળા ૧૭ વષેની વયે રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.સમીપે સંયમ ધમેનો સ્વીકાર કરશે…. શૈક્ષણિક ક્ષેત્રે બોડેમાં છઠ્ઠો ક્રમાંક મેળવ્યો હવે આધ્યાત્મિક ક્ષેત્રે છ કાય જીવની રક્ષા કરીશ : આરાધના ડેલીવાળા પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.,તેઓના માતુશ્રી પૂ.પ્રબોધિકાબાઈ મ.સ.,ભાઈની સુપુત્રી પૂ.પરમ વિભૂતિજી અને હવે સગી બહેનની દિકરી ચિં. આરાધના પણ સંયમના માર્ગે આવી જિન શાસનને શોભાવી,આન – બાનને શાન વધારશે….. માત્ર ૧૭ વષેની વયે પ્રતિક્રમણ – આવશ્યક સૂત્ર ,પુચ્છિસૂણં,દશ વૈકાલિક સૂત્રની ગાાઓ  સહિત અનેક ધાર્મિક સ્તવનો આરાધનાએ કંઠસ્ કરેલા છે…હવે સંયમના ભાવોથી આત્માને હ્રદયસ્ કરશે….Aradhana Didi

સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંત,શૂરા અને દિલેર દાતાઓની પાવન ભૂમિ.આવી જ એક પૂનિત ભૂમિ ગઢડાના વતની સ્વ.રમણીકલાલ શાંતીલાલ ડેલીવાળાના પૂત્ર મનોજ ડેલીવાળા તથા લાઠી નિવાસી સ્વ.કનૈયાલાલ ધીરજલાલ ભાયાણીની સુપુત્રી પૂનમબેનની કૂખે અવતરેલી આરાધના ડેલીવાળા માત્ર ૧૭ વષેની વયે પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી તેઓની સમીપે જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરવા ઉત્સુક બની છે. આ ૧૭ વષેની બાલિકા કુ.આરાધના ડેલીવાળા નેટ અને ચેટ નહીં પરંતુ પરમાત્માનો ગેઈટ ખોલી જિન શાસનમાં આસન જમાવવા નગની રહી છે.

નોંધનીય છે કે આરાધના પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ની સંસારી ભાણેજ,પૂ.પ્રબોધિકાબાઈ મ.સ.ની દોહિત્રી,પૂ.પરમ વિભૂતિજી મ.સ.ની પિતરાઈ બહેન તથા લીંબડી ગોપાલ સંપ્રદાયના પૂ.નેહાલીબાઈ મ.સ.ની સંસારી ભત્રીજી થાય છે. ચિં.આરાધનાના પપ્પા મનોજભાઈ ડેલીવાળા તથા મમ્મી પૂનમબેન  બંને આગમના ઊંડા અભ્યાસુ છે.આરાધનાની મોટી બહેન વિરતી સીએ ના ફાઈનલમાં છે. તેના ફૈબા આરતીબેન ડેલીવાળા જૈન ધમેના કોકિલકંઠી સ્તવનો સંભળાવવામાં માહેર છે.સમગ્ર પરિવાર ધમેના રંગે રંગાયેલો પરિવાર છે.

સ્કૂલમાં યોજાતા સાસ્કૃતિક કાયેક્રમોમાં આરાધના હમેશાં જૈન સાધ્વીજીનું પાત્ર ભજવી અવલ્લ નંબર પ્રાપ્ત કરતી. આરાધનાને પેઈન્ટીંગનો જબરો શોખ…કાગળ અને પેન હામાં લઈ બે – પાંચ કે દશ લસરકા મારે અને જયારે આપણે નિહાળીએ કે બેટા તે થશું દોર્યુ.ચિત્ર નિહાળીને અવાચક થઈ જવાય.આરાધનાએ એક એવા ચિત્રનું નિમોણ કર્યું હોય કે એક હામાં રજોહરણ બીજા હામાં પાત્રા…?

જૈન સાધ્વીજી ગોચરીએ જતાં હોય એવું આબેહૂબ ચિત્ર બનાવે.હવે સંયમ ધમેને અંગીકાર કરી ચરિત્ર ધમેને સોક કરશે.આગામી તા.૧૮/૧૦/૧૮ ના મુમુક્ષુ ઉપાસનાબેન સાથે મુમુક્ષુ આરાધનાબેનની પણ દીક્ષા આજ્ઞા અપેણ વિધિનો કાયેક્રમ રાજકોટ ડુંગર દરબાર ખાતે યોજાશે. આ અવસરે મુમુક્ષુ આત્માઓના હ્રદય ઉદ્દગારો પણ સાંભળવા મળશે. કોટિ…કોટિ વંદન છે આવા ત્યાગી – વૈરાગી આત્માઓને અને અભિનંદન છે ત્યાગ માગેની ભૂરી – ભૂરી અનુમોદના કરનાર સર્વે આત્માઓને….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.