Abtak Media Google News

અમેરિકા પાસેથી લીધેલા આ સ્પેશ્યલ વિમાન મિસાઈલ સામે સંપૂર્ણ સુરક્ષિત: ૩૫ હજાર ફૂટની ઉંચાઈએ ૧૦૧૩ કિમી/કલાક ઝડપ ભરવા સક્ષમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિશેષ વિમાન બોઈંગ ૭૭૭-૩૦૦ ઈઆર આજે ભારત પહોચવાનું છે. સૌ પ્રથમ નવી દિલ્હી ખાતે લેન્ડ થશે. સુરક્ષા વ્યવસ્થાને લઈ આ વિમાનની ઘણી ખાસીયતો છે. આ બોઈંગ ૭૭૭-૩૦૦ ઈઆર વિમાન પર કોઈ પણ મિસાઈલની અસર થશે નહિ આ વિમાનનો ઉપયોગ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુ કરી શકશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી પીએમ મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ નાયડુના પરિવહન માટે ભારતનાં બોઈંગ બી ૭૪૭ વિમાનનો ઉપયોગ થતો હતો. સુરક્ષાની બાબતને લઈ આ બોઈંમ ૭૭૭-૩૦૦ ઈઆર વિમાન અમેરિકી રાષ્ટ્રપતિના વિમાનની બરોબર હોવાનું કહેવાઈ રહ્યું છે. આ વિમાનની અન્ય એક ખાસ વાત એ છે કે એક વખત ઈંધણ ભર્યા બાદ રૂકાવટ વગર ભારત અને અમેરિકા વચ્ચે ઉડાન શકય બનશે.

બોઈંગ ૭૭૭-૩૦૦ઈઆર વિમાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિમાનની કોપી લાગે છે. ડોનાલ્ડ ટ્રંપનું વિમાન એરફોર્સ વન ૩૫ હજાર ફૂટની ઉંચાઈ પર ૧૦૧૩ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી શકવા સક્ષમ છે. જયારે પીએમ મોદીનાં આ નવા વિશેષ પ્લેનમાં પણ આ ખાસીયત રહેલી છે. બોઈંગ ૭૭૭-૩૦૦ ઈઆર વિમાન ૬૮૦૦ માઈલનું અંતર એક વખતમાં કાંપવાની ક્ષમતા ધરાવે છે.

આ વિમાનના ઉડાનની સંપૂર્ણ જવાબદારી ભારતીય એરફોર્સને સોંપવામાં આવી છે. જો કે આ અગાઉ આ જિમ્મેદારી એર ઈન્ડીયાની પાસે હતી બે બોઈંગ ૭૭૭-૩૦૦ ઈઆર આજે દિલ્હી ખાતે પહોચવાના છે. જેની કિંમત ૮૪૫૮ કરોડ રૂપીયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.