Abtak Media Google News

કેવડીયા કોલોની ખાતે તા.૩૦ ઓકટોમ્બરના રોજ વડા પ્રધાનના કાર્યક્રમ દરમિયાન સરક્ષા વ્યવસ્થાની મનોહરસિંહ જાડેજાને સોંપવામાં આવી

વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા.૩૦ને શુક્રવારે કેવડીયા કોલોની ખાતે વિવિધ કાર્યક્રમના ઉદઘાટન માટે આવી રહ્યા છે ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થા માટે રાજકોટના ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાને સોપવામાં આવી છે. તેઓએ આજથી જ તા.૩૧ ઓકટોમ્બર સુધી કેવડીયા કોલોની ખાતે ખાસ બંદોબસ્તની જવાબદારી સંભાળી રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી તા.૩૦મી ઓકટોમ્બરે બપોરે હવાઇ માર્ગે કેવડીયા કોલોની ખાતે પહોચી જશે ત્યાં તેઓ સૌ પ્રથમ જંગલ સફારી પાર્કનું ઉદઘાટન કરશે ત્યાર બાદ ત્યાંથી ક્રુજ બોટમાં બેસી સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે ત્યાંથી તેઓ એકતા મોલ, શ્રેષ્ટ ભારત ભવન, ચીલ્ડ્રન પાર્ક, લો ગાર્ડન અને આરોગ્ય ભવનની મુલાકાત લેવાના છે. તેમજ કેવડીયા કોલોની ખાતે જ રાત્રી રોકાણ કરી તેઓ સવારે સી પ્લેનમાં બેસી અમદાવાદ પહોચવાનો સતાવાર કાર્યક્રમ જાહેર થયો છે.

વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ગુજરાતના બે દિવસના વિવિધ કાર્યક્રમ દરમિયાન તેમની સુરક્ષા વ્યવસ્થા માટે એસપીજી કમાન્ડો સાથે સારો તાલમેલ ધરાવતા રાજકોટના ડીસીપી ઝોન-૨ મનહરસિંહ જાડેજાને રોડ બંદોબસ્તની જવાબદારી સોપવામાં આવી છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના અમદાવાદ કાર્યક્રમ દરમિયાન તેમના આંતર રાષ્ટ્રીય કક્ષાના સુરક્ષા વ્યવસ્થામાં પણ ડીસીપી મનોહરસિંહ જાડેજા જોડાયા હતા તેમની બંદોબસ્તની સુંદર વ્યવસ્થા બદલ કેન્દ્ર સરકાર દ્વારા

ડીસીપી જાડેજાનું એસપીજી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.