પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ અમદાવાદની વ્હારે : ૧૦ વેન્ટિલેટર ફાળવ્યા

સિવિલ હોસ્પિટલમાં ધમણ સહિત ૧૦૦ વેન્ટિલેટર કાર્યરત

અમદાવાદમાં કોરોનાની મહામારીને પહોંચી વળવા રાજ્ય સરકારના આદેશથી વેન્ટિલેટર મોકલાયા

રાજ્યભરમાં કોરોનાની મહામારી ફેલાઈ રહી છે. છેલ્લા કેટલા દિવસોથી ૩૩ જિલ્લાઓમાંથી રોજના ૩૦૦થી વધુ પોઝિટિવ કેસ અને ૨૦ થી વધુ મોત નિપજી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં અમદાવાદ જિલ્લો કોરોના વાયરસનો એપિસેન્ટર બન્યો છે ત્યારે રાજ્યના ૮૦% થી  વધુ પોઝિટિવ કેસ અને મૃત્યુ અમદાવાદમાં નોંધાયા છે. ત્યારે અમદાવાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારના આદેશ બાદ રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ વ્હારે આવી અમદાવાદની સિવિલ હોસ્પિટલને ૧૦ વેન્ટિલેટર ફાળવવામાં આવ્યા છે. પી.ડી.યુ હોસ્પિટલમાં હાલ ધમણ વેન્ટિલેટર સહિત ૧૦૦ જેટલા વેન્ટિલેટર કાર્યરત હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદમાં કોરોના વાયરસનો ભયંકર ફેલાવો થયો છે. અત્યાર સુધી ૭૧૭૧ પોઝિટિવ કેસ અને ૪૭૯ દર્દીઓએ સારવારમાં દમ તોડ્યા છે. ત્યારે કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓ કે જેઓની હાલત ગંભીર હોય તેમને સારવાર માટે વેન્ટિલેટરની જરૂર પડતી હોય છે. ત્યારે અમદાવાદમાં કોરોના ચેપના ફેલાવા સામે હોસ્પિટલમાં વેન્ટિલેટર પર સારવાર મેળવતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરની અછત સર્જાઈ છે.અમદાવાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા અન્ય જિલ્લાની હોસ્પિટલમાંથી વેન્ટિલેટર મગાવાની ફરજ પડી છે ત્યારે રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ અમદાવાદની વ્હારે આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી આજ રોજ ૧૦ વેન્ટિલેટર અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવમાં આવ્યા છે. અમદાવાદમાં વેન્ટિલેટર પર સારવાર મેળવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે ત્યાંની સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરની ઘટ સર્જાતા અન્ય જિલ્લામાંથી વેન્ટિલેટર મગાવવાની ફરજ પડી છે.

રાજકોટમાં પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રના દર્દીઓ માટે કેન્દ્ર બિંદુ હોય છે. ત્યારે હાલ રાજકોટ જિલ્લામાં કુલ ૭૮ પોઝિટિવ કેસ અને ૨ દર્દીઓના મોત નિપજ્યા છે. અન્ય મહાનગરોની સરખામણીએ રાજકોટની સ્થિતિ કાબુમાં હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા ધમણ સહિત અન્ય કમ્પનીઓના ૧૦૦ જેટલા વેન્ટિલેટર કાર્યરત હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ અમદાવાદ સિવિલ હોસ્પિટલને વ્હારે આવી ૧૦ વેન્ટિલેટર મોકલવામાં આવ્યા છે.

Loading...