Abtak Media Google News

ફેશ્યલ કર્યા બાદ ફક્ત વીસ જ મિનિટમાં ચહેરા પર જેની અસર દેખાવા લાગે એવા ઑક્સિ-ફેશ્યલના ફાયદા ઝડપી ભલે હોય, પણ એ લાંબા ટકતા નથી

આજના જમાનામાં કોઈ ફ્લેવર કે ગોલ્ડ-સિલ્વર ફેશ્યલ કરતાં ચહેરાને ખરેખર જેની જરૂર હોય એવા પ્રોબ્લેમ એરિયાને ટાર્ગેટ કરતી ફેશ્યલ ટ્રીટમેન્ટ કરાવવાનો ટ્રેન્ડ વધ્યો છે. ટ્રીટમેન્ટથી લઈને કિટી પાર્ટીઓ અને રેગ્યુલર બેસિસ પર થીઓ પાર્લરને બદલે ડાયરેક્ટ ડર્મેટોલોજિસ્ટ પાસે જઈને કરાવવાનું પસંદ કરે છે અને એમાંની જ એક એટલે ઑક્સિજન ફેશ્યલ. જાણી લો આ ટ્રીટમેન્ટ થાય છે કઈ રીતે.

ઑક્સિજન ફેશ્યલનું ABC

આ પ્રકારના ફેશ્યલમાં ખાસ મશીનો મારફત પ્યોર ઑક્સિજનને એક નિશ્ચિત પ્રેશર સો સ્કિનની અંદર ઉતારવામાં આવે છે. આ ટ્રીટમેન્ટ પાછળની યિરી કંઈક એવી છે કે એ પ્યોર ઑક્સિજન સ્કિનને હાઇડ્રેટ કરવામાં તેમ જ મોઇસ્ચરાઇઝ કરવામાં મદદરૂપ થાય છે. ઑક્સિજન સો જે પેશન્ટને જેની જરૂર હોય એ રીતે વિટામિન, મોઇસ્ચરાઇઝર, ઍન્ટિઓક્સિડન્ટ્સ અને બીજા ઉપયોગી સિરમને સ્કિનમાં ઉતારવામાં આવે છે. ઑક્સિજન ફેશ્યલ મોટા ભાગે ત્વચાને વૃદ્ધ તી રોકવા માટે, ત્વચા વધુ ક્લિયર અને સાફ થાય એ માટે તેમ જ  ત્વચાની કોઈ તકલીફ હોય તો એના માટે કરવામાં આવે છે.

કર્યા બાદ સંભાળ જરૂરી

એક્સપટોર્ના મત અનુસાર આ ફેશ્યલ એક ટ્રીટમેન્ટના ભાગરૂપે કરાવતા હો ત્યારે પહેલાં છ અઠવાડિયાં સુધી અઠવાડિયામાં એક વાર અને ત્યાર બાદ મહિનામાં એક વાર એમ કરાવવું જોઈએ. ઑક્સિજન ફેશ્યલ ચહેરાને યુવાન ચમક આપે છે. આ ફેશ્યલ કરાવ્યા બાદ ડર્મેટોલોજિસ્ટે કહ્યું હોય એ રીતે ચહેરાની સંભાળ લેવી અને પરેજીઓ પાળવી પણ જરૂરી હોય છે જેનાી ફેશ્યલનો ગ્લો લાંબા સમય સુધી કાયમ રહે.

ઝટપટ રિઝલ્ટ માટે

ઑક્સિ ફેશ્યલ તરીકે પણ ઓળખાતા આ ફેશ્યલની ટ્રીટમેન્ટની સૌી મોટી ખાસિયત એ છે કે એનું રિઝલ્ટ બાકીના ફેશ્યલની જેમ બે દિવસ બાદ નહીં પણ તરત દેખાય છે. વધુમાં ક્યારેક તો ખાસ પ્રસંગની વીસેક મિનિટ પહેલાં પણ આ ટ્રીટમેન્ટ કરાવી શકાય. આ ફેશ્યલ સ્કિનને ઇન્સ્ટન્ટ્લી લિફ્ટ કરે છે તેમ જ કરચલીઓને ગાયબ કરી યંગ ગ્લો આપે છે.

આ સિવાય ચહેરા પર જો કોઈ ડાઘ હોય તો એમાં પણ ઑક્સિ ફેશ્યલ મદદરૂપ થાય છે. ખાસ કરીને બ્રાઇડ્સ માટે કેર તરીકે ગ્લો મેળવવા માટે આ ટ્રીટમેન્ટ ખાસ સજેસ્ટ કરવામાં આવે છે.

લોન્ગ ટર્મ ઇફેક્ટ નથી

ઑક્સિજન ફેશ્યલ ભલે ઇન્સ્ટન્ટ લિફ્ટ અને ઇન્સ્ટન્ટ ગ્લો આપવામાં માટે સારું ગણાતું હોય, પણ કહેવાય છે એમ ખૂબ ઝડપી જે ચીજોનું રિઝલ્ટ મળે એ રિઝલ્ટ તકલાદી હોય છે. ચહેરાના ડાઘ અને મેજર સ્કિન પ્રોબ્લેમ્સ માટે આ લાંબા ગાળાનો ઉપાય ની. આ ફેશ્યલ બાદ સ્કિન થોડી સૂઝી ગઈ હોય એવી પણ લાગે છે, કારણ કે આ ટ્રીટમેન્ટ દરમ્યાન ઘણી વાર થોડા અંશે બળતરા થાય છે તેમ જ પ્યોર ઑક્સિજન જ્યારે સ્કિનની લોહીની નસોમાં પ્રવેશે ત્યારે ત્વચા લાલ પણ  થઈ જાય છે જેનાી ચહેરા પર લાલશ પડતો ગ્લો આવે છે. પરંતુ આ ઇફેક્ટ ફક્ત થોડા કલાકો માટેની હોય છે.

આ ફેશ્યલી મળતા મોઇસ્ચરાઇઝિંગ અને હાઇડ્રેટિંગ બેનિફિટ્સ થોડા ગૂંચવણભર્યા છે, કારણ કે કેટલાક ડર્મેટોલોજિસ્ટોના મતે આ ટ્રીટમેન્ટ ત્વચાને ક્લેન્ઝ જરૂર કરે છે પણ હાઇડ્રેટ કે મોઇસ્ચરાઇઝ ન કરી શકે. એકાદ પાર્ટીમાં જવા માટે ઑક્સિજન ફેશ્યલ સારો ઉપાય છે, કોઈ પ્રોબ્લેમનો લાંબા ગાળા માટે ઇલાજ કરવો હોય તો ઑક્સિજન ફેશ્યલ કામનું નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.