Abtak Media Google News

આજે રાત્રે કાર્યક્રમનું સમાપન: જિલ્લા કલેકટર રેમ્યા મોહન ૧૫૦ કારીગરો અને ફરજ પરના સ્ટાફનું કરશે સન્માન

પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી અન્વયે શાસ્ત્રી મેદાનમાં આયોજીત હસ્તકલા પર્વને જ્વલંત સફળતા મળી છે. આ હસ્તકલા પર્વમાં અત્યાર સુધીમાં ૮ લાખી વધુ લોકો ઉમટયા છે. રૂા.૧ કરોડી વધુના હેન્ડીક્રાફટની ખરીદી પણ કરી છે. આજે રાત્રે પર્વનું સમાપન નાર છે. જેમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહનના હસ્તે ૧૫૦ જેટલા કારીગરો અને ફરજ પર રોકાયેલા સ્ટાફનું સન્માન કરવામાં આવનાર છે.

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં તંત્ર દ્વારા ઢગલાબંધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં શાસ્ત્રી મેદાન ખાતે હસ્તકલા પર્વનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન જિલ્લા કલેકટર તંત્ર અને ઈન્ડેક્ષ-સીના સંયુક્ત ઉપક્રમે કરાયું હતું. હસ્તકલાના કારીગરોને એક મોટુ પ્લેટફોર્મ મળે તેવા આશ્રયી આયોજીત આ હસ્તકલા પર્વનું આજે રાત્રે સમાપન નાર છે. દરરોજ આ હસ્તકલા પર્વમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હેન્ડીક્રાફટની ખરીદી કરતી હતી. ઉપરાંત અહીં કારીગરો દ્વારા લાઈવ આર્ટ તૈયાર કરવામાં આવતું હતું. જેને દરેક મુલાકાતીઓ નિહાળી આફરીન થઈ જતાં હતા. આ હસ્તકલા પર્વનું આયોજન સફળ રહ્યું છે. કારણ કે, અત્યાર સુધીમાં ૮ લાખી વધુ લોકોએ હસ્તકલા પર્વને માણ્યો છે. ઉપરાંત ૧ કરોડી વધુના હેન્ડીક્રાફટનું વેંચાણ થયું છે.

આ હસ્તકલા પર્વમાં ૧૫૦ જેટલા કારીગરોએ ભાગ લીધેલ હતો. જેમાં ઘણા કારીગરો તો વિશ્ર્વ વિખ્યાત કારીગરો હતા. આજે હસ્તકલા પર્વનું સમાપન નાર છે. ત્યારે રાત્રે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહનના હસ્તે ૧૫૦ જેટલા કારીગરોનું સન્માન કરવામાં આવશે. સાો સા હસ્તકલા પર્વમાં ફરજ બજાવનાર સરકારી કર્મચારીઓનું પણ પ્રમાણપત્રી સન્માન કરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.