Abtak Media Google News

દેશભરમાં છેલ્લા પાંચ વર્ષમાં ૩.૧૮ લાખ બાળકો ગુમ: મઘ્યપ્રદેશમાં સૌથી વધારે ૫૨,૨૭૨ બાળકો ગુમ થયાનો મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ લોકસભામાં જવાબ આપ્યો

કેન્દ્ર સરકાર દ્વારા બાળ સુરક્ષા માટે ઊભા કરવામાં આવેલા વેબપોર્ટલ ‘ટ્રેક ચાલઈડ’ અને ‘ખોયા પાયા’પોર્ટલના આંકડા અનુસાર દેશમાં છેલ્લા કેટલાંક સમયથી ગુમસુહ બાળકોની સંખ્યા સવા ત્રણ લાખને વટાવી ગઇ છે.

મહિલા અને બાળ કલ્યાણમંત્રી સ્મૃતિ ઇરાનીએ સસંદમાં રજુ કરેલા સત્તાવાર આંકડા મુજબ મઘ્યપ્રદેશમાં સૌથી વધારે ૫૨૨૭૨ બાળકો સહિત દેશમાંથી કુલ ૩.૧૮ લાખ બાળકો ૨૦૧૪ થી આજસુધી ગુમ થયા છે.

સસંદમાં એક પ્રશ્ર્નના જવાબમાં સ્મૃતિ ઇરાનીએ રજુ કરેલા આંકડામાં મઘ્યપ્રદેશ પછી પશ્ર્ચિમ બંગાળમાં ૪૭૭૪૪ બાળકો અને ગુજરાતમાંથી ૪૩૬૫૮ બાળકો ગુમ થયા છે.

નવી દિલ્હીમાં ૩૭૪૧૮ બાળકો ગુમ થયાનું નોંધાયું હતું. જયારે નાગાલેન્ડ, મ્યુઝીરમ, લક્ષદ્વીપ અને દાદરાનગર હવેલીમાં એકપણ બાળક  ગુમ ન થયાનું સરકારી ચોપડે નોંધાયું છે. બાળકોની શોધખોળમાં મદદરુપ થાય તે માટે વેબપોર્ટલ ટ્રેક ચાઇલ્ડ અને ખોયા પાયાનો ઉપયોગ કરવામાં આવે છે. ૧ જાન્યુઆરી ૨૦૧૪ થી ૪ ડીસેમ્બર ૨૦૧૯ સુધમાં પ્રદેશમાંથી કુલ ૩૧૮૭૪૮ બાળકો ગુમ થયાનું નોંધાયું છે.

7537D2F3 6

સરકારે માનવ તસકરી અને ખાસ કરીને બાળકો ગુમ થવાની ગુન્હાખોરીનો અટકાવવા માટે સરકારે અને ટ્રેક ચાઇલ્ડ વેલ પોટલ પર બાળકો ની તસ્વીરો  અને વિગતો અપલોડ કરીને તેમની ભાળ મેળવવા ઉપરાંત સમગ્ર દેશમાં ગુમસુદા બાળકોની ફરીયાદો પર સતત મોનીરીંગ ગોઠવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

દેશમાં ગુમસુદા ફરીયાદોને ટ્રેક ચાઇલ્ડની વિગતો દિલ્હી પોલીસ દ્વારા નિયમીત અપડેટ મેળવવામાં આવે છે અને આ વ્યવસ્થા ૧૬ મે ૨૦૧૮ થી અમલમાં મુકવામાં આવી છે. અત્યારની સ્થિતિએ ૩.૧૮ લાખ બાળકોની શોધખોળની તપાસમાં કોઇ પ્રત્યુતર મળતા નથી.

દેશમાં બાળકોને ભિક્ષાવૃત્તિ અને દત્તક આપવાના કારોબારથી લઇને અવૈદ્ય રીતે માનવ અંગના કારોબારમાં ઉપયોગ થતો હોવાની આશંકા પ્રવર્તે છે.

બાળકોની સુરક્ષા વ્યવસ્થા માટે કેન્દ્ર સરકારના તમામ સંબંધીત વિભાગોનું કેન્દ્રીયકરણ કરીને આખુ નેટવર્ક ઉભુ કરવામાં આવ્યું છે. બાળકો ગુમ કરીને ભીક્ષાવૃત્તિ માટે ઉપયોગ કરીને સંભવના સૌથી વધુ રહેલી છે. મુંબઇ, કલકતા, નવી દિલ્હી, ચેન્નાઇ, જેવા મોટા શહેરો અને આર્થિક રીતે સઘ્ધર હોય તેવા વિસ્તારોમાં અવૈદ્ય રીતે ભીક્ષા વૃતિના આ ધંધામાં બાળકોનો ઉપયોગ થતો હોય છે.

ખોવાયેલા બાળકોને શોધવાની સૌથી પડકારજનક સ્થિતિમાં નાના બાળકો એક બે વરસમાં જ શારિરીક રીતે સંપૂર્ણ બદલાઇ જતાં હોવાથી ગુમ થયેલા બાળકો મોટા થઇ જાય પછી ઓળખવા મુશ્કેલ થઇ જતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.