Abtak Media Google News

સમસ્ત લુહાર સમાજ રાજકોટ શહેર માટે સમાજના નિષ્ણાંત ડોકટરો દ્વારા ફ્રી નિદાન કેમ્પ રવિવારે સવારે ૯ થી ૧૨.૩૦ કલાક સુધી દેવપરા શાળા નં.૬૩, દેવપરા શાક માર્કેટની બાજુમાં, કોઠારીયા રોડ, રાજકોટ ખાત યોજવામાં આવ્યો હતો. જેનો લુહાર પરમાર પરિવારના ૩૦૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો.  આ કેમ્પમાં નિષ્ણાંત ડોકટર દ્વારા પેટ, આંતરડા, સારણગાંઠ, હાડકાના રોગ, સ્ત્રી રોગ, નાક, કાન, ગળાના રોગ, છાતી અને ફેફસાના રોગ, અસાઘ્ય રોગ અને ચામડીના રોગોની તપાસ અને સારવાર કરવામાં આવી હતી. Vlcsnap 2018 10 15 11H08M37S100

આ કેમ્પને સફળ બનાવવા નિરંજનભાઇ પરમાર, દિનકરભાઇ પરમાર, મનસુખભાઇ પરમાર, હરેશભાઇ પરમાર, સુરેશભાઇ પરમાર, પ્રવીણભાઇ પરમાર, હસમુખભાઇ પરમાર, કમલેશભાઇ પરમાર, ઇશ્ર્વરભાઇ પરમાર, દિનેશભાઇ પરમાર સહીતનાઓની ટીમે જહેમત ઉઠાવી હતી.Vlcsnap 2018 10 15 11H10M27S96

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.