Abtak Media Google News

ઉમિયા મહિલા સંગઠન દ્વારા મહિલા દિવસની વિશિષ્ટ ઉજવણી

ઉમિયા મહિલા સંગઠન સમીતી દ્વારા કર્ણાવટી પાર્ટી પ્લોટ ખાતે વિશ્ર્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એક હજારથી વધુ મહીલાઓ ઉ૫સ્થિત રહ્યા હતા. મહીલાઓએ રમત ગમત રમી હતી તથા સંઘર્ષ કરી આગળ આવેલ મહિલાઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ અવસરે મેયર બીનાબેન આચાર્ય, સહીતના મહિલા શ્રેષ્ઠીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.

અબતક સાથેની વાતચીત દરમિયાન સરોજબેન મારડીયા એ જણાવ્યું હતું કે વિશ્ર્વ મહિલા દિવસ નીમીતે સિદસર ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રેરિત મહિલા સંગઠન સમીતી સૌરાષ્ટ્રભરમાં કાર્યરત છે. જે પૈકી રાજકોટ મહીલા સંગઠન સમીતી દ્વારા શ્રેષ્ઠ શકિત નારી શકિત વિષય ઉપર કાર્યક્રમ યોજવામાં આવેલ છે. જેમાં હજાર જેટલી બહેનો ઉ૫સ્થિત રહ્યા છે. બહેનો માટે રમત ગમત તથા સંઘર્ષ કરીને આગળ આવેલ બહેનોને સન્માનીત કરવામાં આવેલ છે.

1.Banna For Site

આજે અમારી સમીતી દ્વારા પોરબંદર, ધોરાજી, ઉપલેટા, બાણુગર, જામનગર સહિતના વિસ્તારોમાં આજરોજ કાર્યક્રમ યોજાયેલ છે આજે બહોળી સંખ્યામાં મહિલા શ્રેષ્ઠીઓ ઉ૫સ્થિત રહ્યા અને બહેનોને પ્રોત્સાહીત કર્યા છે. અમારું ભવિષ્યનું આયોજન છે કે બહેનો રોજગારી મેળવતા થાય અને સમાજ અને પરિવાર કંઇક કરે અને તેનું નામ રોશન કરે.અબતક સાથેની વાતચીત દરમિયાન જયોતિબેન ટીલવાએ જણાવ્યું હતું કે વિશ્ર્વ મહિલા દિવસ નીમીતે ઉમા મહિલા સંગઠન સમીતી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજાર કરતા વધુ બહેનો ઉ૫સ્થિત રહી રમત ગમતમાં ઉત્સાહ ભેર ભાગ લીધો છે. જેમાં દોડ, સંગીત ખુરશી સહીતની અવનવી રમતો બહેનોએ રમી હતી. અને આજે અમે હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજયો છે. આજના કાર્યક્રમમાં બહેનો ખુબ જ ઉત્સાહભેર જોડાયા હતા. તે આનંદની વાત કહી શકાય.અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે વિશ્ર્વ મહિલા દિવસની અમારા ઉમિયા મહિલા સંગઠન સમીતી દ્વારા કરવામાં આવી છે. જેમાં અમે રમત ગમતમાં ભાગ લીધો હતો. ઘણી બધી મહિલાઓ વચ્ચે બેફીકર થઇ રમવાની આનંદ કરવાની ખુબ જ મજા આવી. અમારો આત્મવિશ્ર્વાસ વઘ્યો બધી મહિલાઓ સાથે વાતચીત કરી નવું નવું જાણવા મળ્યું તેથી ખુબ જ આનંદની લાગણી અનુભવું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.