Abtak Media Google News

ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવ અને તેમની ટીમ મીડિયા સેન્ટર થકી પક્ષની કામગીરી પ્રજા સુધી પહોચાડવામાં સફળ રહ્યાં

લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પક્ષ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં કરવામાં આવેલા પાંચ વર્ષનાં વિકાસ અને લોક કલ્યાણકારી કાર્યોનાં પ્રચાર-પ્રસાર અર્થે રાજકોટનાં યાજ્ઞિક રોડ પર આવેલા રામકૃષ્ણ આશ્રમ નજીક વિવેકાનંદ રોડ ખાતે તૈયાર કરવામાં આવેલા આધુનિક મીડિયા સેન્ટરનાં ઈન્ચાર્જ અને સૌરાષ્ટ્ર-કચ્છ મીડિયા સેલ ના  કોન્વીનર રાજુભાઈ ધ્રુવ તથા ટીમ માં હરેશભાઈ જોશી, દિલેશભાઈ શાહ,ભવ્યભાઈ રાવલ,  તેજસભાઈ ગોરસીયા, સંજયભાઈ લોટિયા, રવિ રાઠોડ, વનરાજ સોસા, શ્યામ ત્રિવેદી, પૂર્વક ડાભી,જતિનભાઈ માધાણી, મિતેશભાઈ શાહ, નિશ્ચલભાઈ સંઘવી  વગેરે દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર-કચ્છની તમામ બેઠકો કબ્જે કરવા સૌરાષ્ટ્ર-કચ્છનાં ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ અને તેમની ટીમ દ્વારા પ્રિન્ટ તથા  ઈલેક્ટ્રિક ભારતીય જનતા પક્ષ અને તેના તમામ ઉમેદવારોનાં પ્રચાર-પ્રસાર અર્થે મીડિયાને લગતી કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ મીડિયા સેન્ટરનું ઉદ્દઘાટન ભાજપ આગેવાનોની હાજરીમાં ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લોકસભા ઇનચાર્જ ધનસુખભાઈ ભંડેરી,શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરણી,મેયર બિનાબેન આચાર્ય , અંજલિબેન રૂપાણી, ભીખાભાઇ વસોયા ની હાજરીમાં કરવામાં આવ્યું હતું અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજુભાઈ ધ્રુવની જવાબદારી અને દેખરેખમાં નિર્માણ પામેલા આધુનિક મીડિયા સેન્ટરનાં દરેક વિભાગની મુલાકાત લઈ પ્રશંસા કરી હતી.

ત્યારબાદ રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર મોહનભાઈ કુંડારીયાએ આ મીડિયા સેન્ટરની મુલાકાત લીધી હતી અને કામગીરી થી પ્રભાવિત થયા હતા . લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોનાં નામાંકન ભરવાના દિવસથી લઈ મતદાન દિવસ પૂર્ણ થયાનાં દિવસ સુધી ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ અને તેમની ટીમે મીડિયા સેન્ટર થકી પક્ષની કામગીરી પ્રજા સુધી પહોચાડવામાં સફળ સાબિત થઈ હતી તેથી મોહનભાકી કુંડારિયા તથા ભાજપ અગ્રણીઓએ તેને બિરદાવી હતી.

પ્રિન્ટ મીડિયા અને  ઈલેકટ્રોનિક મીડિયા થકી ભારતીય જનતા પક્ષની કામગીરીને પ્રભાવક બનાવી પ્રજા સુધી પહોચાડવામાં અને સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં મીડિયાને લગતી પક્ષની પ્રવૃતિનંક સંકલન સાધાવામાં આ મીડિયા સેન્ટરની કામગીરી સફળ રહી હતી અને ભાજપનાં મવડીમંડળથી લઈ સ્થાનિક અગ્રણી નેતાઓ, કાર્યકર્તાઓ અને મીડિયાનાં મિત્રોએ ભાજપનાં મીડિયા સેન્ટરની મુલાકાત લઈ ઈચાર્જ રાજુભાઈ ધ્રુવ અને તેમની ટીમની કામગીરીને બિરદાવી હતી.

આ મીડિયા સેન્ટર પર મૂકવામાં આવેલું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ૪૦ ફૂંટની ઊંચાઈવાળું પોસ્ટર અને મીડિયા સેન્ટર અંદર પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજકોટ લોકસભા બેઠકનાં ઉમેદવાર મોહનભાઈ કુંડારીયા સહિતનાં પોસ્ટરો અને કટઆઉટએ જબરું આકર્ષણ જમાવ્યું હતું. આ મીડિયા સેંટર માટે અધતન સુવિધાઓ સહિત વિશાળ જગ્યા ની વ્યવસ્થા ભાજપ ના કાર્યકર્તા એવા શ્રી દિલેશભાઈ જે. શાહે વિનામુલ્યે કરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.