Abtak Media Google News

ગ્વાલરીયરના લક્ષ્મીબાઈ નેશનલ ફિઝીકલ ઈન્સ્ટિટયુટ હોકી ગ્રાઉન્ડ પર રમાયેલી ઈન્ટર યુનિવર્સિટી હોકી ટૂર્નામેન્ટની સૌરારાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમો ઉત્કૃષ્ટ દેખાવ કરતા ત્રણમાંથી બે મેચ જીતી લીધી હતી. નોક આઉટ કેટેગરીની આ ટૂર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટીમનો પ્રથમ મુકાબલો મોહનલાલ સુખડીયા યુનિવર્સિટી સામે થયો હતો. જેમાં સૌરાષ્ટ્રની ટીમે હરીફ ટીમને એક પણ ગોલ ફટકારવાની તક ન આપીને પાંચ ગોલ ફટકારી ૫-૦થી મેચ જીતી લીધી હતી.

આ પછી બીજો મુકાબલો દેવી હલ્યાબાઈ યુનિવર્સિટી ઈન્દોર સામે થયો હતો તેમાં પણ સૌરાષ્ટ્રની ટીમે ૨-૧થી જીત મેળવી હતી. જો કે, ત્રીજો મુકાબલો સંત બાબા ગાડગે યુનિવર્સિટી અમરાવતી સામે થયો હતો. જેમાં હરીફ ટીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ પર ભારે પડી હતી અને તેનો ૦-૨થી વિજય થયો હતો. નોકઆઉટ ટૂર્નામેન્ટ હોય પરાજય થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટીમને ડો. સંજય કુમાણખાણીયા તાલીમ આપી રહ્યાં છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમમાં ડાભી બિન્ટુ, અંકીતા ડેર, ભાભર રાધા, તૃપ્તી ‚પારેલીયા, ધરેચા બન્સી, જહાન્વી ભટ્ટ, મુસ્કાન કુરેશી, પીપળીયા મીરા, રામાણી ‚ષિતા, નંદની માખેલા, દેવરાજ દ્રષ્ટી, ભાસ્કર રવિના, રાઠોડ વૈશાલી, જાડેજા લીઝા, કિયાડા ક્રિષ્ના અને બાબરીયા દિવ્યાએ ભાગ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.