Abtak Media Google News

ખરીદી કરવા આવનાર પ્રજાજનો દ્વારા એક પણ નિયમોનું પાલન ન થતા ચિંતા

સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો સરેઆમ ભંગ થતો જોવા મળે છે. ખરીદી કરવા આવનાર લોકો એક પણ નિયમોનું પાલન ન કરતા લોકોમાં ચિંતા પ્રસરી છે. સુરેન્દ્રનગર શહેરની મહેતા માર્કેટ માં કોરોનાવાયરસ ના જગ જાહેર માં બોલતા ધજાગરા વેપારીઓ સહિત ના ગ્રાહકો પણ કોરોનાવાયરસ ને લઈ અને લાપરવા સુરેન્દ્રનગર શહેરમાં દિન-પ્રતિદિન કોરોનાવાયરસ નો રોગ વધારે પ્રેમ કરતો જાય છે જ્યારે મોતનો આંક પણ વધતો જઈ રહ્યો છે. સુરેન્દ્રનગર શહેર ની નેતા માર્કેટમાં સરેઆમ કોરોનાવાયરસ ના ધજાગરા ઊડી રહ્યા છે જ્યારે સવારના સમયથી લઇને રાત્રીના સમય સુધી બહારના રાજયોમાંથી ટ્રકો આ માર્કેટમાં માલ મોકલવા માટે આવન-જાવન કરી રહી છે.

સુરેન્દ્રનગર શહેર માં મહેતા માર્કેટમાં સંકળામણ પણ વધી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેર ની આ મહેતા માર્કેટમાં ગામે ગામથી લોકો હટાણા કરવા માટે પણ આવતા હોય છે ત્યારે વહેલી સવારના એક બાજુ બહારના રાજ્યોમાંથી આવેલા ટકો માલ ખાલી કરવા માટે ઉતાવળા થતા હોય છે ત્યારે એક બાજુ હટાણું કરવા વાળા માણસો પણ આમ થી આમ દોડાદોડી કરતા જોવા મળી રહ્યા છે અત્યારે માર્કેટમાં પણ કોરોના વાયરસનો અનેક વેપારી લોકો પણ ભોગ બન્યા છે ત્યારે સાવચેતીના ભાગરૂપે જરા પણ દરકાર કરવામાં આવતી નથી હટાણું કરવા આવનાર લોકો મોઢા ઉપર માસ્ક સુધા બાંધતા નથી ત્યારે હાલમાં આ માર્કેટમાં લોકોની સલામતી ઉપર મોટો સવાલ ઉદ્ભવ્યો છે. તંત્ર દ્વારા આ માર્કેટમાં સલામતી માટે વ્યવસ્થા ગોઠવે તેવી જરૂરિયાત વર્તાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.