મોબાઈલનાં વળગણમાંથી બહાર આવી દેશના વિકાસ પર યુવાનો ધ્યાન આપે

સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોના મહામારી અને આર્થિક મંદીનો દૌર ચાલી રહ્યો છે ત્યારે દેશના અર્થતંત્રના વિકાસ પર યુવાવર્ગનું પેરુપુરુ ધ્યાન રહે તે જરૂરી છે. ભારતનું અર્થતંત્ર અત્યારે મોટી મુશ્કેલીમાં જીડીપીમાં છેલ્લા ત્રિમાસિક સમયગાળામાં ૨૩.૯ ટકા જેટલી ખાધ આવી હતી જે કયારેય સ્વીકાર્ય ન ગણાય. આ પરિસ્થિતિ ખુબ જ ભયંકર અને અસ્વિકાર્ય ગણાય. આ બાબત માત્ર કોરોના વાયરસ અને કુદરત ઉપર છોડી ન દેવાય સરકારની નીતિ-રીતિ અને આ પરિબળોને દુર કરવા માટે આકરી કવાયતની જરૂર છે. રસોડામાં દુધનો કટોરો ઢોળાય જાય તેવી ઘટનામાં કોઈ દલીલો આવકાર્ય ન ગણાય.

અત્યારે વધારે દુધની નથી પરંતુ જે દુધ ઢોળાય ગયું હોય તેને ફરીથી મેળવવાની વાત છે. આપણે આપણા અર્થતંત્રને બેઠુ કરવાની જરૂર છે. ગત ત્રિમાસિક નાણાકિય વર્ષમાં  રહેલી પરિસ્થિતિ પુનરાવર્તિત થઈ રહી છે. આપણે આશા રાખીએ છીએ કે બધુ સમુ સુતરુ પાર પડી જાય. અર્થતંત્રનો વિકાસ અને જીડીપીનો દર એકબીજા સાથે સંલગ્ન છે. લોકડાઉન દરમિયાન ધંધા-રોજગાર બંધ થવાથી રોજગારી ગુમાવનાર લોકો બેંક ડિફોલ્ટર અને આત્મવિશ્વાસ ગુમાવી ચુકયા છે. એક વખત કંઈક વસ્તુ તુટી જાય તો ત્યારે કયારેય પાછી સાજી થતી નથી જો આપણે આજ માન્યતાઓને પકડી રાખીએ કે બધી સમસ્યાનું સર્જન ઈશ્વર કરે છે. ઈશ્વર જ આ બધુ ગોઠવે છે તો એ ખરી વાત નથી. બધી ખરાબ વસ્તુઓ ઈશ્વરના માથે ઠોકી ન દેવાઈ. ઈશ્વરે આપણને બધાને મગજ આપ્યા છે આપણે તેનો ઉપયોગ કરીને સમસ્યાનું નિવારણ કરવું જોઈએ.

પ્રથમ તો સમસ્યાને બરાબર ઓળખવી જોઈએ અને તેમાથી બહાર નિકળવા માટે નકશો તૈયાર કરવો જોઈએ. અમેરિકામાં કયારેય અગાઉ આવું લોકડાઉન આવ્યું ન હતું અને ટ્રિલીયન ડોલરનું અર્થતંત્ર આવી રીતે કયારેય પડી ભાંગ્યું ન હતું પરંતુ લોકોએ પોતાની સમસ્યાઓનું નિવારણ પોતાના હાથે કરવાનું શરૂ કરીને ખરેખર વિશ્વને કમાલ કરીને આશ્ચર્યચકિત કરી દીધું હતું. જીડીપીનું પતન આપણી કેટલીક મર્યાદાઓને આધીન હોય છે. જે સરભર કરી લે તો બધુ સમુ-સુતરુ થઈ જાય તે વાત અમેરિકાએ સિઘ્ધ કરી છે. અમેરિકામાં કોરોનાના વિક્રમજનક કેસો અને બિનજરૂરી લોકડાઉનના કારણે આવેલી પરિસ્થિતિ સાંગોપાંગ ઉતરી જવા પામી હતી. આપણે આપણી જાતને શા માટે દુ:ખી કરવી જોઈએ. આપણે કષ્ટનાં હિમાયતી છીએ. એકવાર મુશ્કેલી આવે તો તેનો અભ્યાસ કરીને તેને ઉકેલવામાં મદદરૂપ થવું જોઈએ. ભારતનું ભવિષ્ય આપણા હાથમાં છે આપણે મજુર, કલાર્ક, ડિલીવરી બોયનો મોટો વર્ગ અંદરોઅંદરના સમાવેશમાં આપણો સમય વિતાવીએ છીએ. આપણે એકબીજાના સહકારથી સમૃદ્ધ રાષ્ટ્ર બનીને વિશ્વનું માન મેળવી શકીએ તેમ છીએ. આપણે કઈ બાજુ જવુ તે આપણા હાથમાં છે યુવાનોએ તમામ ઈતર પ્રવૃતિઓ અને મોબાઈલના વળગણમાંથી બહાર આવીને ગંભીરપણે દેશની પરિસ્થિતિ સુધારવા કટીબઘ્ધ બનવું જોઈએ.

Loading...