Abtak Media Google News

રાજયના ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૧૫ ના રોજ સવારે ૮ કલાકની સ્થિતિએ વ્યાપક વરસાદને કારણે રાજયનાં ૨૦૩ જળાશયો પૈતી ૭ જળાશયો હાઈ એલર્ટ તેમજ ૫ જળાશયો એલર્ટ જાહેર કરાયા છે. રાજયનાં ૨૦૩ જળાશયોની પાણી સંગ્રહની ક્ષમતા કુલ ૧૫૭૭૦.૩૯ મિલિયન કયુબીક મીટર પૈકી હાલમાં ૫૨૧૭.૮૫ મિલિયન કયુબીક મીટર પાણીનો સંગ્રહ થયો છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમ ૧૧૭ મીટરની સપાટીએ પહોચ્યો છે. આ સાથે સરદાર સરોવર ડેમ ૮૫.૨૬ ટકા જેટલો ભરાયો છે. રાજયના જે જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. તેમાં કચ્છ જિલ્લાના ફતેહગઢ, જામનગર જિલ્લાનાં કનકાવતી, મોરબી જિલ્લાનાં ડેમી ૩ અને મચ્છુ-૩, રાજકોટ જિલ્લાના ખોડાપીપર અને સુરેન્દ્રનગર જિલ્લાના મોરશલ અને ત્રિવેણીસંગ એમ કુલ ૭ જળાશયો માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભ‚ચ જિલ્લાના ધોલી, જામનગર જિલ્લાના ઉન્ડ-૨, રાજકોટ જિલ્લાના આજી-૨, સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા એમ મળી કુલ ૪ ને એલર્ટ તેમજ અન્ય ચાર જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.