Abtak Media Google News

જિલ્લા કલેકટર ગુપ્તાએ સિકયોરાઈઝેશન એકટ હેઠળ બેન્કોની બાકી વસુલાત માટે કરેલી કડક કાર્યવાહી

બેંકમાંથી લોન લીધા બાદ નાણા નહીં ભરપાઈ કરનાર વધુ ૪૦ આસામીઓ સામે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ સિકયુરાઈઝેશન એન્ડ રિ-ક્ધટ્રકશન ફાયનાન્સીયલ એસેટસ્ટ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિકયુરીટી ઈન ઈન્ટ્રસ્ટ એકટ-૨૦૦૨ની કલમ ૧૧૪ હેઠળ બસંત બહાર રિસોર્ટ, આર્ષ વિદ્યા પ્રસારણ સંસ, ગીરીરાજ જીનીંગ સહિતના આસામીઓ સામે જપ્તી નોટિસ કાઢી રૂ.૧૧૮ કરોડી વધુ રકમ વસુલવા કાર્યવાહી હાથ ધરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લામાં જુદી જુદી બેંકમાંથી લોન લઈ બાદમાં નાણા ભરપાઈ નહીં કરનારા આસામીઓ સામે અગાઉ ૪૦૦ કરોડ જેટલી વસુલાત કરવા માટે કાર્યવાહી કરાયા બાદ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ સિકયુરાઈઝેશન એકટ મુજબ વધુ ૪૦ આસામીઓ પાસેી ૧૧૮,૧૫,૪૧,૯૯૯ (રૂ.એકસો અઢાર કરોડ, ૧૫ લાખ, એકતાલીસ હજાર નવસો નવ્વાણુ)ની વસુલાત માટે બાકીદારોની મિલકતનો કબજો લઈ બેંકોને સોંપવા માટે લગત મામલતદારોને હુકમ કર્યા છે.

વધુમાં આ હુકમ અંતર્ગત જિલ્લા કલેકટર દ્વારા ૭ કરોડી વધુ રકમનો બેંકને ચુનો લગાડનાર બસંત બહાર રિસોર્ટના પ્રોપરાઈટર ચંદ્રકાંતભાઈ પરસોતમભાઈ પરસાણા સહિતના બે રૂ.૩ કરોડી વધુની રકમ વસુલવા આર્ષ વિદ્યા પ્રસારણ સંસ, રૂ.૬૨ કરોડી વધુની રકમ વસુલવા મેસર્સ ગીરીરાજ જીનીંગ એન્ડ પ્રેસીંગ પ્રા.લી. રૂ.૧૮ કરોડ ૯૦ લાખની વસુલાત માટે ઘનશ્યામ જીનમીલ ઈન્ડસ્ટ્રી તા તેના ભાગીદારો, રૂ.૧.૫ કરોડની વસુલાત માટે ગોપી ટ્રેડીંગ, રૂ.૧ કરોડી વધુની રકમ વસુલવા રિયા એકસ્પોર્ટના ભાગીદારો સહિત જુદા જુદા ૪૦ આસામીઓ સામે જપ્તી નોટિસની કાર્યવાહી કરવામાં આવી છે.

દરમિયાન બાકીદારો પાસેી બેંકની રકમ વસુલવા જિલ્લા કલેકટર દ્વારા નોટિસ ઈસ્યુ કરવામાં આવતા મેસર્સ પંકજ ફાઉન્ડ્રી દ્વારા ૧.૬૧ કરોડ અને સુરેશ જયંતીભાઈ ડોડીયા નામના આસામીના દ્વારા રૂ.૮.૨૪ લાખની રકમ બેંકને ભરપાઈ કરી દેવામાં આવી છે.

આમ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા બેંકોને ધુંબા મારનાર આસામી વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી કુલ રૂપિયા એકસો ઓગણીસ કરોડ, ચોર્યાસી લાખ, પંચાણુ હજાર, સાતસો ત્રેપનની વસુલાત માટે કાર્યવાહી કરવામાં આવી હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.