Abtak Media Google News

ગુજરાતી ફિલ્મ ‘છુટ્ટી જશે છકકા’ની સ્ટારકાસ્ટ ક્રિએટીવ હોબી ઝોન ડાન્સ એકેડમીની મુલાકાતે

ક્રિએટીવ હોબી ઝોનમાં આગામી અર્બન ગુજરાતી ફિલ્મ ‘છુટી જશે છકકા’ના ખ્યાતનામ કલાકારો જાનકી બોડીવાલા, ભરત ચાવડા, સૌરવ રાજયગુરુ ફિલ્મના પ્રમોશન માટે આવ્યા હતા અને ક્રિએટીવ હોબી ઝોનમાં નાના બાળકો સાથે ડાન્સ કર્યો અને મોજ-મસ્તી કરી હતી. છુટી જશે છકકા ફિલ્મ ૨૫મી મેના રોજ રિલીઝ થશે.

Vlcsnap 2018 05 11 11H22M09S125અબતક સાથેની વાતચીત દરમિયાન અભિનેત્રી જાનકી બોડીવાલાએ જણાવ્યું કે, રાજકોટમાં તે પોતાના અપકમીંગ મુવી છુટી જશે છકકાને પ્રમોટ કરવા ક્રિએટીવ હોબી ઝોન ડાન્સ એકેડમીએ આવી છું. વધુમાં જણાવ્યું કે મારી આવનારી ફિલ્મ ક્રિકેટના સટ્ટા પર છે. આ એક કમ્પલિટ એન્ટરટેનમેન્ટ ફિલમ છે. તમે નાના બાળકો સાથે પણ જઈને જોઈ શકો છો અને છુટી જશે છકકા ૨૫મેના રોજ રિલીઝ થવાની છે અમને અહીં આવીને ખુબ જ મજા આવી નાના બાળકો સાથે ડાન્સ કર્યો અને તે બધાને અમારી મુવીને સ્ટાઈલ ટ્રેક ખુબ જ ગમ્યું અને તેઓએ અમારી સાથે મનભરીને ડાન્સ પણ કર્યો.

Vlcsnap 2018 05 11 11H25M48S240અબતક સાથેની વાતચીત દરમિયાન ક્રિએટીવ હોબી ઝોનના ઓનર કુલદીપસિંહ રાઠોડે જણાવ્યું કે, તે ગૌરવ અનુભવે છે કે આપણા અર્બન ગુજરાતી ફિલ્મને સારું એવું સ્થાન મળ્યું છે. અમારા ક્રિએટીવ હોબી ઝોનમાં આવનારી ફિલ્મ છુટી જશે છકકાના સ્ટાર કાસ્ટ અને પ્રોડકશન હાઉસવાળા બધા જ આવ્યા હતા અને મને બહુ ખુશી થાય છે કે અમારી ઈન્સ્ટીટયુટમાં પોતાની મુવીને પ્રમોટ કરવા આવ્યા અને અમારા ઈન્સ્ટીટયુટમાં ૩૦૦ કરતા વધુ બાળકો ડાન્સ શીખવા આવે છે ત્યારે બધા બાળકોએ છુટી જશે છકકાના ટાઈટલ ટ્રેક પર તેમની સાથે ડાન્સ કર્યો હતો અને ખુબ જ આનંદ માણ્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.