Abtak Media Google News

ચૂંટણી ભ્રષ્ટાચારને કારણે વકરતું આંતરિક વિધટન જોખમી

આપણા દેશની સંસદીય લોકશાહી લોકસભાની આ ચૂંટણી વખતે વિવિધ પ્રકારની બિમારીઓથી જેટલી ધેરાયેલી છે એટલી આ પહેલા કયારેય ન્હોતી ! રાજકીય ક્ષેત્રના હકિમો તો એટલે સુધી કહે છે કે કારણે આંતરીક વિધટનનું ઝેર આપણા દેશની સંસદીય લોકશાહીની રગેરગમાં પ્રસરી ગયું છે અને એને કારણે એના ઉપર કારમી કાળમુખી ઘાત લટકતી થઇ છે !

રાજકીય અભ્યાસીઓ તો એવું પણ છે કે, આપણી સમસ્યાઓ રાષ્ટ્રીય જ નથી, આંતરરાષ્ટ્રીય પણ છે અને તેના ઉપાયો ઘણે ભાગે રાષ્ટ્રીય સ્તરના જ રહ્યા છે. કોઇ રાષ્ટ્ર એને ઉકેલવાને સમર્થ નથી. અત્યારે એ જે અસાધારણ સ્વરુપની પરિસ્થિતિ છે એને કેટલાક બુઘ્ધિશાળી લોકો પડકારરુપ ગણે છે. અને મહાન અવરસ પણ માને છે.

ઓશો (રજનીશ) એ એવો મત દર્શાવ્યો છે કે, માનવ જાતી અત્યાર સુધી જે સ્પર્ધાત્મક અને મહત્વાકાંક્ષી જીવનશૈલી અપનાવ છે તેને કારણે તે ત્રીજા વિશ્વ યુઘ્ધને ઉંબરે આવીને ઊભું છે જો ત્રીજું વિશ્ર્વ યુઘ્ધ થાય તો સમગ્ર માનવજાત માત્ર દશ મીનીટમાં જ નાશ પામે!માનવ જાત જ નહીં, પૃથ્વી પરના તમામ પશુ-પક્ષી, વનસ્પતિ, જીવ-જંતુઓ બધું જ નાશ પામે ! પછી આ ગ્રહ પર જીવન નામ કોઇ ચીજ જ રહે નહીં !જો ભાવિ માટે કંઇક કરવાનું હોય તો અત્યારે જ તે સમય છે.

હમણાં આપણે જે બેહુદી હાલત અનુભવી રહ્યા છીએ તે ભૂતકાળની ભૂલોને લીધે જ છે. એમાં ધરમૂળના ફેરફાર વગર માનવ જાત માટે કોઇ ભવિષ્ય જ નથી. જાણે આપણે આંધળી ગલીના છેડે આવી ગયા છીએ. આ હકીકતનો સ્વીકાર ભલે દુ:ખદ છે, પણ એ આવકારદાયક છે. કારણ કે તો જ ભૂતકાળની, અર્થાત હમણા સુધીની ભૂલો સુધારીને અન્ય કોઇ માર્ગ તરફ વળવાની શકયતા બક્ષે છે. જો આવી શકયતાની અવગણના થશે તો ભારત સહિતના વિશ્ર્વમાંથી ચેતનાનું મહાન ઉત્થાન વિલીન થઇ જશે. તેથી માત્ર ભારતને જ નહિ, માત્ર પૃથ્વીને જ નહિ, સમગ્ર સૃષ્ટ્રિને અકલ્પનીય નુકશાન થશે !

માનવ જાતને એના ભૂતકાળે જ છેહ દીધો છે, એમ આપણા દેશને પણ આપણા નેતાઓએ હમણાં સુધી કરેલી ભૂલો અને નીતિ રીતિઓએ જ છેહ દીધો છે.! એને હજુ પણ પકડી રાખવામાં કોઇ સાર નથી. એ આત્મઘાતક જ બનશે.આનાં વિષે પુનરાવલોકન અનિવાર્ય છે. નવેસરથી વિચાર વિમર્શ આવશ્યક છે.લોકસભાની ચૂંટણી આ વાતને સમજે, આ વિચારને સમજે અને યુગપ્રવર્તક પરિવર્તનની જરુરતને સમજે એવા જનપ્રતિનિધિઓને સંસદ ગૃહોમાં સ્થાન આપે એવો હાલના સમયનો તકાજો છે.

એકથી વધુ મત વિસ્તારોમાં ચૂંટણસ લડીને ય સાંસદ બનવાનો ઇરાદો સેવે, એવા લોકોને મતદારો જાકારો આપે તો ઉ શુભચકિત લેખાશે.પોતાના મત વિસ્તાર બદલીનેય સાંસદ બનવાની યુકિત અજમાવે એવો લોકોને મતદારો જાકારો આપે તો એ શુભચિહન લેખાશે.ચૂંટણીમાં હાર્યા પછીયે પાછલા બારણેથી પ્રધાનપદ ભોગવવાની ચેષ્ટા કરે, એવા લોકોને મતદારો રાજકીય રીતે ભોંય ભેગા કરે, એ શુભચિહન લેખાશે.લોકસેવાની મૂડી વગર માત્ર ધનના ઢગલા વડે ચૂંટાઇને સંસદ સભ્ય બનવા ઇચ્છતા લોકોને મતદારો જાકારો આપે, એ શુભ ચિંહન લેખાશે.

ગરીબ છતાં ઊભા પગે પ્રજાની તથા મત વિસ્તારની ભલાઇનાં કામ કર્યા હોય તેવાચૂંટણીમાં ચૂંટાયા પછી મત વિસ્તાર અને ત્યાંના લોકોને પાંચ વર્ષ સુધી મોં ન બતાવે અને તેમના સુખ, દુ:ખની પરવા ન કરે એવા લોકોને મતદારો બરાબર પાઠ ભણાવતા થઇ જાય અને પાછા બોલાવવાની માંગણી ઊઠાવે એ શુભ ચિહન લેખાશેમતદારના મતની કેટલે કિંમત છે એ બરાબર જાણીને એ ઇષ્ટદેવને નજર સમક્ષ રાખીને જે મતદારો મતદાન કરે એ શુભ ચિંહન છે.

આવતાં પાંચ વર્ષ સુધી આપણી માતૃભુમિના હિતો રક્ષવાની જવાબદારી પૂરેપરા દેશભકતોના હાથમાં સોંપવાનો રાષ્ટ્રીય ધર્મ મતદારોએ બજાવવાનો છે. હાથ, આંગણીઓ અને ચિત્ત,ને નિષ્પાય રાખીને આ ધર્મ બજાવવાન છે. આપણા સંતાોનાં સુખ દુ:ખ એના ઉપર નિર્ભર રહેવાનાં છે એન ભૂલીએ !….

બ્રિટનની એક યાદગાર ચૂંટણી લોકસભાની ચૂંટણી ટાણે અર્પણ

બ્રિટનના એક વખતના વડાપ્રધાન અને હિન્દુસ્તાનને આઝાદી આપવાની રાજનીતિના સૂત્રધાર લોર્ડ એટલીએ તેમની અત્મકથામાં લખ્યું છે કે, ઇંગ્લેન્ડનો વડાપ્રધાન થવા હું સર્જાયો જ નહોતો ‘ઓટોબાયોગ્રાફી ઓફ લોર્ડ એટલી’ નામના પુસ્તકમાં તેમણે લખ્યું છે કે, ‘આઇ વોઝ નેવર બોર્નટુ બી અ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇંગ્લેન્ડ’…

આ પુસ્તકનો ટૂંક સાર એવો છે કે, ઇંગ્લેન્ડના રાજકારણમાં એટલે લેબર પાર્ટીના નેતા હતા. સીનિયોરિટીમાં તેઓ ત્રીજો નંબર ધરાવતા હતા તેમનાથી સિનિયર બે નેતાઓ હતા. સૌથી સિનિયર વિલ્સન અત્યંત લોકપ્રિય હતા.૧૯૭૬માં બ્રિટીશ પાર્લામેન્ટની ચૂંટણી યોજાઇ હતી. કોન્ઝવેટિવ પાર્ટીના વડા બ્રિટનને બીજા વિશ્ર્વ યુઘ્ધમાં વિજય અપાવનાર રાજપુ‚ષ વિન્સ્ટન ચર્ચિલ હતા.

આ ચૂંટણી વખતે લેબર પાર્ટીના બે સિનિયર નેતાઓ તેમની જબરી લોકપ્રિયતાને કારણે એવું ગુમાન ધરાવતા હતા કે બ્રિટનમાં કોઇપણ મત વિસ્તારમાં તેઓ ચૂંટણી લડે તો પણ જીત જાય ! એમ માનીને પોતાના મત વિસ્તારમાં સારી કામગીરી કરવાની અને લોકોને અવાર નવાર મળવાની તેમણે પરવા ન કરી, બીજી બાજુ એટલી એવું માનતા હતા કે મારો મત વિસ્તાર એ જ મારો ઇષ્ટદેવ છે એમ માનીને તેમણે એ મત વિસ્તારના લોકોને પોતાના કરી લીધા હતા.

આવાં પરિણામો ચૂંટણીમાં લોર્ડ એટલીની જીત થઇ, લેબર પાર્ટી પણ જીતી ગઇ પરંતુ આ પાર્ટીના બન્ને સિનિયર હારી ગયા. અભ લોર્ડ એટલી તેમના પક્ષના ત્રીજા સિનિયર નેતા હોવા છતાં ‘ન ભૂતો, ન ભવિષ્યતિ’ની કહેવત મુજબ ઇંગ્લેનડના વડાપ્રધાન બન્યા હતા.પોતાન મત વિસ્તારને ઇષ્ટદેવ સમજવાનો ઉપદેશ તેમણે ઇંગ્લેન્ડ અને વિશ્વભરના રાજનેતાઓને પૂરો પાડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.